________________
૧૦૪
શ્રી બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર [ દેવાધિકાર. આ પ્રમાણે ભવધારણીય શરીરની અવગાહના કહી. હવે ઉત્તરક્રિય કરે ત્યારે શરીરની અવગાહના કેટલી હોય તે કહે છે –
सव्वेसुक्कोसा जो-अणाण वेउविया सयसहस्सं । गेविजणुत्तरेसुं, उत्तरवेउविया नस्थि ॥ १४८ ॥
ટીકા —ભવનપતિથી માંડીને અશ્રુત દેવલોક સુધીના સર્વ દેવોનું ઉત્કૃષ્ટ વૈક્રિય શરીર એક લાખ જનનું હોય છે. ગ્રેવેયક ને અનુત્તર વિમાનમાં દેવને ઉત્તરક્રિય શરીર કરવાપણું નથી. શક્તિ છતાં પણ પ્રજનના અભાવથી તેઓ કરતા નથી. ૧૪૮
હવે જઘન્યથી ભવધારણીય ને ઉત્તરક્રિય શરીરનું પ્રમાણ કહે છે – अंगुलअसंखभागो, जहन्न भवधारणिज्ज आरंभे। संखिजो अवगाहण, उत्तरवेउव्विया सा वि ॥ १४९ ॥
અર્થ–ભવધારણીય શરીરની અવગાહના આરંભકાળે જઘન્ય અંગુળના અસંખ્યાતમા ભાગની હોય અને ઉત્તરક્રિયની જઘન્ય અવગાહના આરંભકાળે અંગુળના સંખ્યામાં ભાગની હોય. ૧૪૯
દેવેની અવગાહના કહી, હવે ઉપપાતવિરહકાળનું માન કહે છે – भवणवणजोइसोह-म्मीसाणे चउवीसइयं मुहुत्ता। उक्कोसविरहकालो, पंचसु वि जहन्नओ समओ ॥१५०॥
ટીકાઈ–ભવનપતિ, વ્યંતર, તિષીમાં અને બે દેવલોકમાં પ્રત્યેકમાં ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ ૨૪ મુહૂર્તને જાણવો. એટલે કે ભવનપત્યાદિક દરેકમાં દરેક સમયે એક અથવા અનેક દેવ ઉત્પન્ન થાય. તેમાં જે અંતર પડે તે ઉત્કૃષ્ટ અંતર ૨૪ મુહૂર્તનું પડે, ત્યારપછી તે અવશ્ય કોઈ પણ જીવ ઉત્પન્ન થાય. જઘન્ય ઉપપાતવિરહકાળ એ પાંચે સ્થાનમાં એક સમયને જ હોય એટલે જઘન્ય એક સમયને અંતરે એ પાંચે સ્થાનમાં કોઈ પણ જીવ ઉત્પન્ન થાય. એક સમય ઉપરાંત ને ૨૪ મુહૂર્ત સુધીને બધો મધ્યમ ઉ૫પાત વિરહકાળ જાણો. ૧૫૦
હવે ત્યારપછીના દેવલોકમાં ઉપપાતવિરહકાળ કહે છે –