________________
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર આ પ્રમાણે વ્યન્તરના નગરાદિની વક્તવ્યતા કહી, હવે તિષ્કના વિમાનની વક્તવ્યતા કહે છે. તેમાં સામાન્યથી તેના વિમાનની સંખ્યા ઉપર કહી છે કે વ્યંતરોના અસંખ્યાતા નગરો કરતાં જ્યોતિષ્કના વિમાને સંખ્યાત ગુણ છે. હવે પ્રતિદ્વીપે ને પ્રતિસમુદ્ર ચંદ્રાદિની સંખ્યા પ્રતિપાદન કરે છે –
दो चंदा इह दीवे, चत्तारि य सायरे लवणतोये। धायइसंडे दीवे, बारस चंदा य सूरा य ॥ ६४ ॥
ટીકાર્થ –અહીં આ પ્રત્યક્ષ ઉપલભ્યમાન એવા જંબુદ્વીપમાં બે ચંદ્રો અને બે સૂર્યો છે. સૂર શબ્દ ગાથામાં છેવટે છે તેથી અહીં ચંદ્ર પ્રમાણે જ સૂર્યો સમજવા, તેમ જ બીજા લવણસમુદ્રાદિકમાં પણ સમજવા. એટલે બે ચંદ્ર ને બે સૂર્યનો ચાર ( ફરવાપણું ) આ જંબદ્વીપમાં વર્તે છે. તે વિસ્તાર સાથે ક્ષેત્રસમાસની ટીકામાં કહેલ છે તેથી અહીં ફરીને કહેતા નથી. એટલે તે ત્યાંથી જ જાણી લેવું. લવણસમુદ્રમાં ચાર ચંદ્ર ને ચાર સૂર્ય છે અને ધાતકીખંડ દ્વીપમાં બાર ચંદ્ર ને બાર સૂર્ય ચાર ચરે છે. અહીં લવણ જેવું ખારૂં જળ હોવાથી એ સમુદ્રનું નામ લવણસમુદ્ર જાણવું. ૬૪.
હવે કાળોદધિ વિગેરેમાં ચંદ્રને સૂર્યની સંખ્યા જાણવા માટે કરણ કહે છે - धायइखंडप्पभिई, उद्दिट्ठा तिगुणिया भवे चंदा । आइल्लचंदसहिआ, अणंतराणंतरे खित्ते ॥६५॥
અર્થ –ધાતકીખંડથી આરંભીને એટલે ત્યારપછીના સમુદ્ર ને દ્વીપમાં ત્રણ ગુણા કરવા અને તેની અગાઉના ચંદ્રોની સંખ્યા ભેળવવી. એ પ્રમાણે અનંતર અનંતર ક્ષેત્ર એટલે શ્રી ને સમુદ્રમાં ચંદ્રની અને ઉપલક્ષણથી સૂર્યોની સંખ્યા સમજવી. ૬૫. આ અર્થને ટીકાકાર સ્પષ્ટ કરે છે.
ટીકાર્થ –ધાતકીખંડ વિગેરે અર્થાત્ ધાતકીખંડ છે આદિમાં જેને એવા દ્વીપ ને સમુદ્રોમાં ઉદિષ્ટ એવા ખંડના ચંદ્ર અથવા સૂર્યની સંખ્યાને ત્રણ ગુણ કરી તેમાં ઉદ્દિષ્ટ એવા ચંદ્રયુક્ત દ્વીપ કે સમુદ્રની અગાઉના જંબદ્વીપને આદિ કરીને જે પૂર્વના દ્વીપો ને સમુદ્રમાં સંખ્યા કહી છે તે સહિત કરવા. તેથી જે સંખ્યા આવે તેટલી સંખ્યાવાળા ચંદ્રો આગળના કાળોદધિ વિગેરેમાં હોય. તે આ પ્રમાણેધાતકીખંડમાં ઉદ્દિષ્ટ એવા ચંદ્રો ૧૨ છે તેને ત્રણ ગુણ કરતાં ૩૬ થાય. તેમાં પ્રથમના છ (બે જંબુદ્વીપના અને ચાર લવણસમુદ્રના)