________________
૧૦૮
[ દેવાધિકાર.
શ્રી બૃહત્સ ંગ્રહણિ સટીકનું ભાષાંતર. नरतिरिअसंखजीवी, जोइसवज्जेसु जंति देवेसु । नियआउयसमहीणाउएसु ईसाणअंतेसु ॥ १५८ ॥ सम्मुच्छिमतिरिया उण, भवणाहिव वंतरेसु गच्छति । जं तेसिं उववाओ, पलियासंखिज आऊसु ॥ १५९ ॥
ટીકા—મનુષ્ય ને તિર્યંચ અસંખ્ય આયુવાળા ( યુગલિક ) જ્યેાતિપ્ વર્જીને અન્ય દેવામાં ઉપજે છે. આ વિશેષ વિષય છે, સામાન્ય નથી; કેમકે સૂત્રની પ્રવૃત્તિ વિચિત્ર પ્રકારની હેાય છે. તેમાં પણ વિશેષ વાત એ છે કે-ખચર તિર્યંચ પચેંક્રિયા અને અન્તરદ્વીપના મનુષ્યેાની જ તેમાં ઉત્પત્તિ છે, અસંખ્યેય વર્ષાયુષી યુગલિકા દેવગતિમાં જ ઉત્પન્ન થાય છે પણ તે પાતાની સરખા અથવા આછા આયુવાળામાં ઉત્પન્ન થાય છે, અધિક આયુવાળામાં ઉત્પન્ન થતા નથી. ખચર તિર્યંચ પંચેન્દ્રિયા (યુગલિકા)ને આંતરદ્વીપના મનુષ્યેા જ તેટલા આયુવાળા હાવાથી તે ન્યાતિધ્ વને ભવનપતિ ને વ્યંતરમાં ઉત્પન્ન થાય છે. ઉપલક્ષણથી સાધમ ને ઇશાન દેવલેાકમાં પણ તે ન ઉપજે તેમ સમજવું; કારણ કે જ્યાતિષ્કાનુ અને તે એ દેવલાકનુ જઘન્ય આયુ પણ તે કરતાં વધારે છે અને અધિક સ્થિતિમાં તે યુગલિકા ઉપજતા નથી. તે સિવાયના બીજા હૈમવતાદિ ક્ષેત્રભાવી યુગલિકે પેાતાની સમાન અથવા હીન આયુષ્યવાળા ઇશાન દેવલાક પર્યંતના દેવામાં ઉત્પન્ન થાય છે. સમૂશ્ચિમ તિર્યંચા ભવનપતિ ને વ્યંતરમાં જ ઉત્પન્ન થાય છે, કારણ કે સંમૂર્છિમ તિર્યંચાની ઉત્પત્તિ પળ્યેાપમના અસંખ્યાતમા ભાગના આસુવાળા દેવામાં જ થાય છે. આ સંબ ંધમાં કહ્યું છે કે અસન્ની તિર્યંચા નારકી, તિર્યંચ, મનુષ્ય ને દેવ ચારે ગતિમાં જાય છે. અસંજ્ઞી તિયા ચારે ગતિનું આયુષ્ય માંધે છે. તેમાં જે દેવ ને નારકી સંબંધી આયુષ્ય બાંધે છે તે જધન્ય દશ હજાર વર્ષ ને ઉત્કૃષ્ટ પત્યેાપમના અસંખ્યાતમા ભાગનું અંધે છે. તિર્યં ચ ને મનુષ્યનું આયુષ્ય બાંધે છે તે જઘન્ય અંતર્મુહૂતુ ને ઉત્કૃષ્ટ પત્યેાપમના અસંખ્યાતમા ભાગનું બાંધે છે. તેમાં જે અસંજ્ઞીમાંથી થયેલા નારકી છે તે અલ્પ વેદના ભાગવનારા છે અને સનીમાંથી થયેલા હાય છે તે મહાવેદના ભેાગવનારા હાય છે.” આ પ્રમાણે શ્રી પ્રજ્ઞાપનાની લઘુવૃત્તિમાં કર્યું છે. ૧૫૮–૧૫૯
આ પ્રમાણે સામાન્ય ગતિદ્વાર કહ્યું, હવે ભવનપતિ વ્યતરાદિકમાં જે જીવા જે રીતે જાય છે—ઉપજે છે તેને તે પ્રમાણે કહે છે.