________________
૧૧૧
દેવાધિકાર.]
મિથ્યાદષ્ટિનું લક્ષણ. उववाओ एएसिं, उक्कोसो होइ जाव गेविजा । उकोसेण तवेणं, नियमा निग्गंथरूवेणं ॥ १६६ ॥
ટીકાર્થ –આને અર્થ ઉપર પ્રમાણે જ છે, પણ એટલું વિશેષ છે કે નિશ્ચય નિગ્રંથ મુનિના રૂપથી ઉત્કૃષ્ટ તપથી-દશવિધ ચક્રવાળસામાચારી પ્રતિપાલનના બળથી ઉપજે છે એમ સમજવું. ૧૬૬
અહીં દર્શનવ્યાપન્ન તે મિથ્યાષ્ટિ સમજવા, તેથી એ પ્રસંગને લઈને મિથ્યાષ્ટિનું લક્ષણ કહે છે
पयमकरं पि इकं, जो न रोएइ सुत्तनिद्दिटुं । सेसं रोयंतो वि हु, मिच्छद्दिट्ठी मुणेयवो ॥ १६७ ॥
ટીકાર્થ –સૂત્રમાં કહેલ એક પદ કે એક અક્ષર પણ જેને રૂચે નહીં– પિતાના મનમાં આ સત્ય જ છે એમ પરિણમે નહીં, તે બાકીના સર્વ દ્વાદશાંગીના અર્થને માન્ય કરતો હોય છતાં તેને મિથ્યાષ્ટિ જાણ; કારણ કે તેને જગદુગુરૂ ભગવંત અસત્ય કહે જ નહીં એવા વિશ્વાસને નાશ થયેલ છે. ૧૬૭
તે કેવું સૂત્ર કે જેનું એક પણ પદ કે અક્ષર ન રૂચવાથી જીવ મિથ્યાદષ્ટિ કહેવાય? તે કહે છે –
सुत्तं गणहररइयं, तहेव पत्तेयबुद्धरइयं च । सुयकेवलिणा रइयं, अभिन्नदसपुविणा रइयं ॥१६८॥
ટીકાર્થ –જે સુધર્માસ્વામી વિગેરે ગણધરોએ રચેલ હોય, પ્રત્યેકબુધે રચેલ હોય અને શ્રુતકેવળી ચંદપૂર્વીએ રચેલ હોય, અભિન્નદશપૂર્વીએ એટલે પૂર્ણદશપૂર્વીએ રચેલ હોય તે સર્વને સૂત્ર કહીએ. ૧૬૮
હવે ચંદપૂર્વીને ઉપપાત-દેવપણે ઉપજવું જઘન્યથી ને ઉત્કૃષ્ટથી કહે છે – उववाओ लंतगम्मि उ, चउदसपुविस्स होइ उ जहन्नो। उक्कोसो सबढे, सिद्धिगमो वा अकम्मस्स ॥ १६९ ॥ ટીકાકારે આનો અર્થ કર્યો નથી. આ ગાથાનો અર્થ એ છે કે