________________
દેવાધિકાર. ] આવલિકા પ્રવિષ્ટ વિમાનોની સંખ્યા વિષે કરણ.
પહેલા પ્રસ્તટથી ઉપર બીજા વિગેરે પ્રસ્તોમાં જે આવલિકા પ્રવિણ વિમાનો છે તે પ્રથમ પ્રસ્તગત આવલિકા પ્રવિષ્ટ વિમાનની સમશ્રેણિમાં જ ઉપર રહેલા છે. એટલે વૃત્તની ઉપર વૃત્ત, વ્યસની ઉપર ચસ ને ચતુરસની ઉપર ચતુરસ. માત્ર ઉપર ઉપરના પ્રરતટમાં આવલિકા પ્રવિષ્ટ વિમાનની સંખ્યામાં ચારે દિશામાં એકેક વિમાન ઓછું છે. એટલે બીજા પ્રસ્તટમાં ૬૧, ત્રીજામાં ૬૦ એમ એકેક ઘટાડતા ત્યાં સુધી જવું કે યાવત્ ૬૨ માં પ્રસ્તટમાં સર્વાર્થસિદ્ધ વિમાનની ચારે દિશાએ એકેક વિમાન જ ત્રિખૂણું છે. ૧૨૦ ' હવે દરેક દેવામાં આવલિકા પ્રવિષ્ટ વિમાનની સંખ્યા લાવવાનું કારણ કહે છે –
कप्पस्सणुपुबीए, आइमपयरंतिमं च गणइत्ता। मुहभूमिसमासद्धं, पयरेहि गुणंतु सबधणं ॥ १२१ ॥
અર્થ:–દેવલોકની અનુપૂવએ પહેલા ને છેલ્લા પ્રતરમાં જેટલી આવલિકાગતની ચારે દિશાની મળીને સંખ્યા હોય તેને મુખ અને ભૂમિની સંખ્યા કહીએ. તે બે સંખ્યાને એકત્ર કરી તેને અર્ધ કરીને પ્રતરની સંખ્યાએ ગુણવાથી સર્વ સંખ્યા આવે.
ટીકાર્થ – સંમેશાનાદિ કલ્પની આનુપૂવીએ એટલે પૂર્વાનુપૂવીએ જે પહેલું પ્રતર તેમાં રહેલા આવલિકાગત સર્વ વિમાનોની સંખ્યા અને જે અંતિમ પ્રતરગત આવલિકા પ્રવિષ્ટ વિમાનોની સંખ્યા તે બેને એકત્ર કરવી. એમાં પ્રથમ પ્રતરગત સર્વ વિમાનસંખ્યા તે મુખ કહીએ અને અંતિમ પ્રતરગત સર્વ વિમાનોની સંખ્યા તે ભૂમિ કહીએ. પછી તે મુખને ભૂમિની સંખ્યાનો સમાસ કરીએ એટલે એકત્ર કરીએ. પછી તેનું અર્ધ કરીને તે સંખ્યાને સ્વાગત પ્રસ્તટની સંખ્યાવડે ગુણીએ. એ પ્રમાણે ગુણતાં જે સંખ્યા આવે તેને સર્વધન જાણવું અર્થાત્ તેટલા વિવક્ષિત કલ્પમાં સર્વ સંખ્યાએ આવલિકાગત વિમાને છે એમ સમજવું. ૧૨૧.
- હવે તે બાબત પ્રથમ સૈધમ્શાન વલય માટે ગણાવે છે–તેના પ્રથમ પ્રસ્તટમાં ચારે દિશાએ ૬૨-૬૨ આવલિકા પ્રવિણ વિમાને છે ને મધ્યમાં વિમાનંદ્રક ૧ છે એટલે સર્વ મળીને ૨૪૯ થયા. તેને સધમ્શાન વલયના મુખની