________________
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ નરકાધિકાર. હવે નરક સંબંધી વેદનાની હકીકત કહે છે –
સાતે નરકમાં જે નારકી જીવની જેટલી સ્થિતિ હોય તેટલો કાળ નિરંતર અનુબદ્ધ એવી દુઃખ વેદનાને તેઓ અનુભવે છે. આંખ મીંચીને ઉઘાડીએ તેટલો વખત પણ સુખ નથી. શ્રી જીવાભિગમ સૂત્રમાં આ જ પ્રમાણે કહેલ છે. હવે એ દુઃખવેદના નરકમાં ત્રણ પ્રકારની છે. ૧ ક્ષેત્રના પ્રભાવથી થયેલી, ૨ પરસ્પર ઉદરેલી અને ૩ સંકિલષ્ટ અધ્યવસાયવાળા પરમાધામી દેએ ઉદીરેલી. ક્ષેત્ર
સ્વભાવથી થયેલી વેદના નીચે નીચે અશુભ, અશુભતર, અશુભતમ હોય છે. - તેમાં પ્રથમ રત્નપ્રભા પૃથ્વીમાં ઉણુ વેદના અતિ તીવ્ર છે. તેનું સ્વરૂપ પ્રવચનવેદી પુરૂએ આ પ્રમાણે પ્રદર્શિત કરેલ છે-જેમ કે પુરૂષને ગ્રીષ્મઋતુના ચરમ કાળે, પિત્તવ્યાધિના પ્રકેપવાળાને, ચતરફથી પ્રદીપ્ત અગ્નિવડે પરવરેલાને, વાદળા વિનાના આકાશ વખતે, મધ્યાહે, માથે છત્ર વિનાનાને જેવું ઉષ્ણવેદના રૂપ દુઃખ થાય તેથી અનંતગણું રત્નપ્રભા નરકમાં ઉષ્ણવેદના સંબંધી દુઃખ છે. જે કદી તેવી સ્થિતિવાળા નારકીને ત્યાંથી ઉપાડીને સારી રીતે ભરેલા ખેરના પ્રદીપ્ત અંગારા ઉપર મૂકીએ તે તે સારી રીતે ઠંડા ને મૃદુ પવનવાળી શીતળ છાયાને પામેલાની જેમ અનુપમ સુખને વેદે અને નિદ્રાવશ થાય. રત્નપ્રભા કરતાં શર્કરા પ્રભામાં ઉષ્ણવેદના તીવ્રતર છે. તે કરતાં વાલુકાપ્રભામાં તીવ્રતમ છે. ચેથી પંકપ્રભા નરકમાં ઘણા ઉપરના નરકાવાસામાં ઉષ્ણવેદના છે અને થડા નીચેના નરકાવાસામાં શીતવેદના છે. તે શીતવેદનાનું સ્વરૂપ પ્રવચનવેદી પુરૂષોએ આ પ્રમાણે કહ્યું છે-- - પિષ અથવા માહ મહીનામાં રાત્રે તુષારવડે લેપાયેલા શરીરવાળાને અને હૃદય, હાથ, પગ, દાંત ને હોઠ જેના કંપી રહ્યા છે એવાને, પ્રતિસમય પ્રવૃદ્ધમાન શીત પવન સતે, અગ્નિ વિગેરેના આશ્રય વિનાનાને તેમજ વસ્ત્ર રહિતને જે શીતવેદનાથી ઉત્પન્ન થતું દુઃખ થાય તે કરતાં અનંતગણું શીતવેદનાવાળા નરકાવાસામાં નારકી જીવને શીતવેદનાજન્ય દુઃખ છે. હવે સંભાવના કહે છે કે-કદિ કઈ તે નારકી જીવને શીતવેદનાવાળા નરકાવાસામાંથી ઉપાડીને માઘ મહીનાની રાત્રીએ આકાશમાંથી તુષાર વરસતે હેય તેવે વખતે સર્વ શરીર જ્યાં કંપી રહેલ હોય તેવા સ્થાનમાં લાવીને મૂકે તો તે અનુપમ સુખને વેદે અને નિદ્રાવશ થાય. - પાંચમી ધૂમપ્રભા નરકમાં ઘણા નરકાવાસામાં શીતવેદના છે, થેડામાં જ ઉષ્ણ વેદના છે. એ બંને વેદના ચોથી પૃથ્વી કરતાં અનંતગુણ છે, છઠ્ઠી