________________
રર૬
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ સામાન્યાધિકાર. જીવને જ સંજ્ઞી કહીએ, બાકીના જીવો હિતાહિતની પ્રાપ્તિ ને પરિવર્જન રૂપ સંજ્ઞીસાધ્ય જે પ્રયજન તે કરી શકતા ન હોવાથી તેને અસંસી કહીએ. કહ્યું છે કે–સમ્યગદષ્ટિ જીવોને ક્ષાપશમિક જ્ઞાન (સમતિ) હેતે સતે સંજ્ઞી કહીએ. દષ્ટિવાદોપદેશની અપેક્ષાએ મિથ્યાત્વ સતે અસંશી કહીએ.
૧૧ વેદ-ત્રણ પ્રકારે છે. સ્ત્રીવેદ, પુરૂષવેદ અને નપુંસકવેદ. ૧૨ પર્યાપ્તિ-છ છે તે પૂર્વે કહેલ છે. ૧૩ દષ્ટિના ત્રણ પ્રકાર છે. સમ્યગદષ્ટિ, મિથ્યાષ્ટિ અને સમ્યગમિથ્યા(મિશ્ર)દષ્ટિ. ૧૪ દર્શન ચાર પ્રકારે–ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન, ૧૫ જ્ઞાન પાંચ પ્રકારે–મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. ૧૬ ગ ત્રણ પ્રકારે-મનગ, વચનગ ને કાયાગ. ૧૭ ઉપગના બે પ્રકાર છે–સાકાર ને અનાકાર.
૧૮ કિમાહાર–એટલે જીવ આહારક છે કે અનાહારક છે ? તે હકીક્ત ઉપર કહી આવ્યા છીએ કે વિગ્રહગતિમાં અનાહારક છે, સિવાય આહારક છે.
૧૯ ઉપપાત-ઉપપતન તે ઉપપાત. દેવનારકાદિપણે ઉપપત્તિ તે પૂર્વે કહેલ છે. ૨૦ સ્થિતિ આયુષ્ય-દેવ નારક વિગેરેનું પૂર્વે કહેલ છે. ૨૧ સમુદ્દઘાત-આ અચિત્ત મહાત્કંધના સમુદઘાતને કેવળી સમુદ્યાત પ્રમાણે–તેના ક્રમથી આઠ સમયનો જાણવો. ૨૨ શ્રુતિ તે વન–તે દેવે વિગેરેનું પૂર્વે કહેલ છે. ૨૩ ગતિ તે ગમન-મનુષ્યાદિનું દેવાદિક ગતિમાં જવું તે. ૨૪ આગતિ તે આગમન-દેવાદિકનું મનુષાદિકમાં આવવું તે. આ બંને દ્વારનું સ્વરૂપ પ્રત્યક્ષ રીતે ઉપર જ કહી આવ્યા છીએ. આ પ્રમાણે ચતુર્વિશતિ દ્વારનું સ્વરૂપ સંક્ષિપ્ત કહ્યું. ઈતિ. ૩૬૫-૬૬.
આ પ્રમાણે સંક્ષિપ્ત-સંક્ષિપ્તતર સંગ્રહણિ કહીને હવે આચાર્ય પિતાના અનુદ્ધતપણાને બતાવતા સતા કહે છે. અથવા આ પ્રકરણમાં કેટલેક અર્થ વિશિષ્ટ શમણુપર્યાયવાળાને જાણવા લાયક છે તે મેં ગુરૂકૃપાવડે જાણીને સર્વની સમીપે રજુ કર્યો છે, એમ કરવામાં પિતાને કાંઈ અપરાધ થયેલ હોય તેવી શંકા કરીને કહે છે –
जं उद्धियं सुयाओ, पुवायरियकयमहव समईए । खमियव्वं सुयहरेहि, तहेव सुयदेवयाए य ॥३६७॥
વ્યાખ્યાઃ–પૂર્વાચાર્યોએ જે કૃતમાંથી ઉદ્ધરિત કરેલ હોય તેમાંથી લીધું હોય) અથવા મારી મતિથી મેં જે કાંઈ ઉદ્ધર્યું હોય (તેમાં જે કાંઈ