________________
૨૨૦
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [સંક્ષિપ્ત સંગ્રહણિ. ટીકાર્થ–આ અનંતરક્ત સ્વરૂપવાળી સંગ્રહણિ સંક્ષેપ અર્થવાળી તમારા ભવ્યના હિતને અર્થે આગમમાંથી–પ્રજ્ઞાપનાદિમાંથી ઉદ્ધરીને કહી છે. આનાથી અન્ય સંક્ષિપ્તતર સંઘયણે આગળ કહું છું તે આ પ્રમાણે છે. ૩૬૪.
હવે તે સંક્ષિણતર સંઘણિ જ કહે છે - - सरीरोगाहणसंघयणसंठाणकसाय हुंति सण्णाओ।
लेसिदियसमुग्घाए, सन्नी वेए अ पजत्ती ॥ ३६५॥ दिट्ठी दसणनाणे, जोगुवओगे तहा किमाहारे । उववाय ठिई समुग्घाय, चवणं गइरागई चेव ॥३६६॥
શબ્દાર્થ –૧ શરીર, ૨ અવગાહના, ૩ સંઘયણ, ૪ સંસ્થાન, ૫ કષાય, ૬ સંજ્ઞા, ૭ લેશ્યા, ૮ ઇંદ્રિય, ૯ સમુદઘાત, ૧૦ સંજ્ઞી, ૧૧ વેદ, ૧૨ પર્યામિ, ૧૩ દષ્ટિ, ૧૪ દર્શન, ૧૫ જ્ઞાન, ૧૬ ગ, ૧૭ ઉપયોગ, ૧૮ કિમાહાર, ૧૯ ઉપપાત, ૨૦ સ્થિતિ (આયુ), ૨૧ સમુદઘાત, ૨૨ અવન, ૨૩ ગતિ ને ૨૪ આગતિ-આ પ્રમાણે ૨૪ દ્વાર સમજવા.
ટીકાW—(અહીં પ્રથમ ગાથામાં આદ્યના અર્થમાં પ્રથમ ને તૃતીય ગણ પંચમાત્રાના છે તે ગાથાંતર હોવાથી છે.) એ શરીરાદિ ચોવીશ સંખ્યાવાળા દ્વારે તે સંક્ષિપ્તતર સંગ્રહણિ જાણવી.
પ્રથમ જે શીવિશીર્ણ થાય તેને શરીર કહીએ. તે પાંચ પ્રકારે છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ ને કામણ. આ શબ્દોની વ્યુત્પત્તિ અન્યત્ર અનેક વખત કરેલી છે ત્યાંથી જાણું લેવી. કેવળ તેના સ્વામી, વિષય, પ્રજન, પ્રમાણુ, અવગાહના, સ્થિતિ ને અલબત્વથી થતો ભેદ જે શાસ્ત્રાંતરમાં કહેલ છે તે શિષ્યજનના અનુગ્રહ માટે અહિં પણ કહેવામાં આવે છે. પ્રથમ સ્વામીકૃત ભેદ આ પ્રમાણે-તિર્યંચ ને મનુષ્યને દારિક શરીર અને દેવ તથા નારકીને વૈક્રિય શરીર હોય. મનુષ્ય ને તિર્યંચમાં કઈ વૈક્રિયલબ્ધિવાળા હોય તેને વૈક્રિય શરીર હોય. આહારક શરીર ચાદ પૂર્વના જ્ઞાનવાળાને હેય, તેજસકાર્પણ સર્વ સંસારી જીવોને હોય. વિષયકૃત ભેદ આ પ્રમાણે-વિદ્યાધરોને આશ્રીને નંદીશ્વર દ્વીપ સુધી દારિક શરીર હોય, જંઘાચારને આશ્રીને રૂચકદ્વીપમાં આવેલા રૂચકપર્વત સુધી હોય. ઊર્ધ્વ બંનેને આશ્રીને પાંડુક વન