________________
૧૩૫
દેવાધિકાર.]
દેવો સંબંધી વિશેષ સ્વરૂપ. ભવનપતિ ને વ્યંતર દેવેનું અવધિ ઊર્ધ્વ વિશેષ હોય છે, વૈમાનિક દેવનું અધે (નીચે) વિશેષ હોય છે અને જ્યોતિષ્ક તથા નારકીનું તિય વિશેષ હોય છે. મનુષ્ય ને તિર્યંચનું વિચિત્ર હોય છે. (અહીં પણ આ જ મતલબની એક ગાથા છે તે અમે લીધી નથી.) ૨૨૫-૨૬
હજુ દેનું જ કાંઈક વિશેષ સ્વરૂપ કહે છે. अणिमिसनयणा मणकज्जसाहणा पुप्फदाम अमिलाणा। चतुरंगुलेण भूमि, न छिवंति सुरा जिणा बिंति ॥ २२७ ॥
ટીકાથ–સર્વે દેવ સ્વભાવથી જ નિમેષ રહિત નેત્રવાળા, મનઈચ્છિત કાર્યને સાધવાવાળા, અપરિમિત સામર્થ્યવાળા, પુષ્પની માળા જેની પ્લાન થતી નથી (કરમાતી નથી) એવા–પ્લાન થયા વિનાની લાંબી પુષ્પમાળાને હૃદય પર ધારણ કરનારા અને પૃથ્વીતળ ઉપર આવે ત્યારે પણ સ્વભાવથી જ ચાર અંગુળ જમીનથી ઊંચે રહેનારા હોય છે, એમ જિનેશ્વરે કહે છે. ૨૨૭
હવે જે કારણે વૈમાનિક દેવો અહીં આવે છે તે કારણ કહે છે – जिणपंचसु कल्लाणेसु, चेव महरिसितवाणुभावाओ । નમંતરને ય, માછિંતિ પુરા રૂડું ૨૨૮ |
ટીકા તીર્થકરના જન્માદિ પાંચ કલ્યાણકને વિષે તથા મહર્ષિઓના તપના પ્રભાવથી આકર્ષિત થયેલા ચિત્તથી અને અહીંના કેઈ પ્રાણવિશેષનાશાલિભદ્રાદિક ઉપર જેમ તેના દેવ થયેલા પિતાને સ્નેહ હતો તેમ જન્માંતરના સ્નેહથી-જન્માંતરાનુગત નેતના પ્રતિબંધથી દેવો અહીં આવે છે. ૨૨૮
આજ હકીકત બીજી ગાથાવડે દૃઢ કરે છે. अवयरणजम्मनिरकमणनाणनिव्वाणपंचकल्लाणे । तित्थयराणं नियमा, करंति सेसेसु खित्तेसु ॥ २२९ ॥
અર્થ –જિનેશ્વરના (તીર્થકરના) અવતરણ, જન્મ, નિષ્ક્રમણ (દીક્ષા) કેવળજ્ઞાન ને નિવણ રૂપ પાંચ કલ્યાણકએ અહીં તેમ જ શેષ ક્ષેત્રમાં એટલે કુલ પંદરે ક્ષેત્રમાં દેવ અવશ્ય મહોત્સવ કરે છે. ર૨૯