________________
GT
દેવાધિકાર.]
મનુષ્યક્ષેત્રમાં ચંદ્રસૂર્યની સંખ્યા. ટીકાર્થ-નક્ષત્રના મંડળમાં અભિજિત્ નક્ષત્ર સર્વથી અત્યંતરમાં ચાર ચરે છે, મૂળ નક્ષત્ર સર્વ નક્ષત્રના મંડળની બહાર ચાર ચરે છે તથા સર્વ નક્ષત્રની ઉપર સ્વાતિ નક્ષત્ર ચાર ચરે છે અને સર્વથી નીચે ભરણી નક્ષત્ર ચાર ચરે છે. શ્રી જંબદ્વીપપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે-“હે ભગવંત! જંબદ્વીપમાં ૨૮ નક્ષત્રમાં કયું નક્ષત્ર સર્વની અંદર ચાર ચરે છે ? કયું નક્ષત્ર સર્વની બહાર ચાર ચરે છે? કયું નક્ષત્ર સર્વેની નીચે ચાર ચરે છે? અને કયું નક્ષત્ર સર્વની ઉપર ચાર ચરે છે?” તેને ઉત્તર આપે છે કે- હે ગૌતમ! અભિજિત્ નક્ષત્ર સર્વની અત્યંતર ચાર ચરે છે, મૂળ નક્ષત્ર સર્વની બહાર ચાર ચરે છે, ભરણી નક્ષત્ર સર્વની હેઠે ચાર ચરે છે અને સ્વાતિ નક્ષત્ર સોની ઉપર ચાર ચરે છે.” ઇતિ ૧૦૩.
હવે મનુષ્યક્ષેત્રમાં કેટલા ચંદ્ર ને સૂર્ય છે તે કહે છે– बत्तीसं चंदसयं, बत्तीसं चेव सूरिआण सयं । सयलं मणुस्सलोअं, भमंति एए पयासंता ॥ १०४ ।।
ટીકાર્ય–૧૩૨ ચંદ્ર ને ૧૩૨ સૂર્યો-એટલે એટલા ચંદ્રો ને સૂયા સકળ મનુષ્યલોકમાં પ્રકાશ કરતા સતા ભમે છે. તે ૧૩૨ શી રીતે તે કહે છે. બે ચંદ્ર ને બે સૂર્ય જંબુદ્વીપમાં, ચાર ચાર લવણસમુદ્રમાં, બાર બાર ધાતકીખંડમાં, બેંતાળીશ બેંતાળીશ કાળોદસમુદ્રમાં, ને તેર તેર પુષ્કરવરાર્ધમાં એમ સર્વ મળીને ૧૩ર ચંદ્ર ને ૧૩ર સૂર્ય છે. ૧૦.
હવે ચર તિષ્યક કેટલું મેરૂની અબાધાએ–મેરૂથી દૂર રહીને ચાર ચરે છે તે અને સ્થિર જયોતિશ્ચક કેટલી અલકની અબાધાઓ–અલકાકાશની અંદર (કાકાશમાં) રહેલું છે તે કહે છે–
इक्कारसिकवीसा, सयमिक्काराहिया य इक्कारा । मेरुअलोगाबाहिं, जोइसचकं चरइ ठाइ ॥ १०५ ॥
ટીકાર્થ:–અહીં યથાસંખે પદની યેજના કરવી. તે આ પ્રમાણે-અગ્યાર સે ને એકવીશ જન મેરૂની અબાધા અપાંતરાળરૂપ કરીને મનુષ્યલકત્તી
તિષ્યક્ર ચાર ચરે છે. અને અગ્યાર સો ને અગ્યાર યોજન અલોકની અબાધાઅપાંતરાળરૂપ કરીને એટલે એટલા જન અકાકાશની અંદર–તેનાથી દૂર સ્થિર તિષ્ક રહેલ છે. ૧૦૫.