________________
દેવાધિકાર.]
રાહુ સંબંધી હકીકત. ટીકાર્થ–નરલકની બહાર પંક્તિમાં રહેલા સૂર્યાતરિત ચંદ્ર અને ચંદ્રાંતરિત સૂર્ય શોભી રહ્યા છે. દીસ એટલે ભાસ્વર છે. તે ચંદ્રસૂર્યો કેવા છે? ચિત્રાંતર લેફ્સાવાળા–એટલે પ્રકાશરૂપ લેશ્યા જેની વિચિત્ર છે એવા છે. તેમાં ચિત્રતા ચંદ્રો સૂર્યાતરિત હોવાથી અને સૂર્યો ચંદ્રાંતરિત હોવાથી છે. વળી તે ચિત્રતા ચંદ્ર શીત કિરણવાળો હોવાથી અને સૂર્ય ઉણ રમિવાળે હોવાથી છે. લેશ્યાવિશેષ પ્રદર્શિત કરવા માટે કહે છે–સુખલેશ્યાવાળાને મંદ વેશ્યાવાળા છે. તેમાં ચંદ્ર સુખ લેશ્યાવાળા છે. એટલે ચંદ્ર શીતકાળાદિમાં મનુષ્યલોકમાં એકાંત શીત રશ્મિવાળો હોય છે તે અહીં ન સમજવો. સૂર્ય મંદ લેફ્સાવાળા છે એટલે મનુષ્યલકમાં ગ્રીષ્મ ઋતુમાં–નિદાઘ સમયે સૂર્ય અત્યંત ઉષ્ણ રશ્મિવાળો હોય છે તેમ અહીં નથી. અહીં મંદ વેશ્યાવાળા હોય છે. તત્ત્વાર્થટીકામાં શ્રી હરિભદ્રસૂરિ કહે છે કે –અત્યંત શીત ચંદ્ર નથી, અત્યંત ઉષ્ણ સૂર્યો નથી. બંને સાધારણ લેશ્યાવાળા છે. ૧૧૫.
હવે જેના સંપર્કના વશથી શુકલકૃષ્ણ પક્ષમાં યથાયોગ્ય ચંદ્રમંડળની વૃદ્ધિ-હાનિ જણાય છે તે સંબંધી વક્તવ્યતા કહે છે–
किन्हं राहुविमाणं, निच्चं चंदेण होइ अविरहियं ।
વાયુનત્ત, હિટ્ટા રંસ તં વરરૂ. ૨૨૬ ' અર્થ—રાહુનું વિમાન કૃષ્ણવર્ણનું હોય છે. તે અવિરહિતપણે નિરંતર ચંદ્ર સાથે રહે છે. તે ચંદ્રની નીચે ચાર અંગુલ અપ્રાપ્તપણે ચાર ચરે છે. - ટીકાર્થ—અહીં રાહુ બે પ્રકારના છે. પર્વરાહ અને નિત્યરાહુ તેમાં પર્વરાહ તેને કહીએ કે જે કદાચિત અકસ્માત આવીને પોતાના વિમાનવડે સૂર્યના વિમાનને અથવા ચંદ્રના વિમાનને અંતરિત કરે છે. એ પ્રમાણે અંતરિત કર્યો સતે લેકેમાં ગ્રહણ એવી પ્રસિદ્ધિ થાય છે. એ પર્વરાહ જઘન્યથી ને ઉત્કૃષ્ટથી જેટલે કાળે ચંદ્ર સૂર્યનો ઉપરાગ (ગ્રહણ) કરે છે તે ક્ષેત્ર માસની ટીકામાં અમે કહેલ હોવાથી અહીં ફરીને કહેતા નથી.
જે નિત્યરાહુ છે તેનું વિમાન કાળું છે તે તેવા પ્રકારના જગતસ્વભાવથી ચંદ્રની સાથે નિત્ય અવિરહિતપણે ચંદ્રના વિમાનની નીચે ચાર અંગુલ છે. રહીને ચાર ચરે છે. તે કૃષ્ણપક્ષમાં પ્રતિપદા (વદિ ૧) થી આરંભીને પ્રતિદિવસ એકેક ચંદ્રની કળાને પોતાના પંદરમા ભાગવડે ઉપરના ભાગથી આરંભીને આવરે છે અને શુકલપક્ષમાં પ્રતિપદા (શુદિ ૧) થી આરંભીને તે જ ક્રમે