________________
૧૩
તિયં ચમનુષ્યાધિકાર ] ઋજુ ને વક્રાગતિનું સ્વરૂપ.
તથા અન્તસમય એટલે આયુષ્યને નિકાસમય કે જેનાથી અનંતર પરભવનું આયુ ઉદયમાં આવે છે. એ રીતે પરભવાયુ ઉદય પામે તે પરભવ સંબંધી જીવોની ગતિ બે પ્રકારે પ્રવર્તે છે તે કહે છે – दुविहा गई जिआणं, उज्जू वका य परभवग्गहणे। इगसामइया उज्जू, वक्का चउपंचसमयंता ॥ ३२५ ॥
ટીકાર્થ-જીવોની પરભવગ્રહણે-પરભવમાં જતાં બે પ્રકારની ગતિ પ્રવર્તે છે. તદ્યથા–જવી અને વઠા. તેમાં જે વી છે તે એક સમયની છે એટલે એક સમય નિવૃત્ત છે. ઉત્પત્તિપ્રદેશ સમશ્રેણિએ વ્યવસ્થિત હોવાથી પ્રથમ સમયે જ તેને પ્રાપ્ત કરે છે, તેમ ન થાય તે ઋજુગતિ જ કહેવાય નહીં. વક્રા ચાર-પાંચ સમય સુધીની જાણવી. ચતુઃપંચ શબ્દ ગ્રહણ કરવાની મતલબ આ પ્રમાણે છે–બાહુલ્ય ઉત્કૃષ્ટ ચાર સમય પર્વતની જ વક્રગતિ હોય છે, કવચિત્ કદાચિત્ જ પાંચ સમય પર્વતની હોય છે. એ વાત અનંતર જ કહેશે. ગાજુગતિ ને વકગતિમાં નયમતના ભેદવડે પરભવાયુના ઉદયને ચિંતવતા સતા કહે છે કે ત્રાજુગતિમાં પ્રથમ સમયે જ પારભવિક આયુને ઉદય અને આહાર હોય છે. વક્રામાં બીજે સમયે પરભવાયુને ઉદય હાય છે.” અજુગતિમાં પ્રથમ સમયે જ પારભવિક આયુ ઉદયમાં આવે છે અને પ્રથમ સમયે જ પરભવ સંબંધી આહાર ગ્રહણ કરે છે. તે જ કહે છે–નિશ્ચયનયમતે પરભવના પ્રથમ સમયે જ પૂર્વશરીરનો પરિસાટ થાય છે. જે સમયે પૂર્વશરીરને સર્વથા પરિસાટ થાય તે જ સમયે ગતિ થાય તેથી ગતિના પ્રથમ સમયે જ પરભવના આયુને ઉદય થાય. જુગતિવડે પ્રથમ સમયે જ ઉત્પત્તિદેશને પામે છે અને ત્યાં રહેલા સ્વશરીરોગ્ય પુગળોને ગ્રહણ કરે છે તેથી પ્રથમ સમયે જ પરભવ સંબંધી આહાર કહેલ છે. વક્રગતિમાં પણ ઉક્ત પ્રકારે નિશ્ચયનયને આશ્રીને પ્રથમ સમયે જ પરભવાયુને ઉદય થાય, તે વિના સર્વથા પૂર્વશરીરનો પરિસાટ ન થાય અને તેથી ગતિ (ગમન) પણ સંભવે નહીં. પરંતુ કેટલાક પરિસ્થલ ન્યાયને આશ્રયીને વક્રગતિમાં બીજે સમયે પરભવાયનો ઉદય થાય છે એમ કહે છે. તેથી તે વાત કહેવાને ઈચ્છતા સતા કહે છે કે–વક્રગતિમાં બીજે સમયે પરભવાયુ ઉદયને પામે છે.” અહીં આ પ્રમાણે ભાવના કરવી-કિલ ઇતિ નિશ્ચયે પૂર્વભવના પર્યન્ત સમયે જ વક્રગતિને પ્રારંભ કરે છે, તત્પરિણામને અભિમુખ થયેલ હોવાથી. તેથી તે સમય ૨૫