________________
am
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર હવે તે જ ઉન્ને ધાંગુલપ્રમિત જનપ્રમાણ લાંબા, પહોળે ને ઉંડે પાલો ( પત્ય ) મુંડિત મસ્તક પર ઉગવાના સંભવતા એવા એક અહેરાત્ર, બે અહેરાત્ર થાવત્ સાત અહોરાત્રના ઉગેલા એકેક વાળાગ્રના અસંખ્યાતા અસંખ્યાતા ખડે. કરીએ. તે કેવા પ્રમાણવાળા અસંખ્યાતા ખંડ કરીએ? તે કહે છે. અહીં વિશુદ્ધ લોચનવાળે છદ્મસ્થ પુરૂષ જે અત્યંત સૂક્ષ્મ દ્રવ્યને ચક્ષુવડે જોઈ શકે તે કરતાં અસંખ્યાતા ભાગ પ્રમાણ અસંખ્યાતા ખંડ કરવા. આ દ્રવ્યથી અસંખ્યાત ખંડનું પ્રમાણુ કહ્યું. હવે ક્ષેત્રથી આ પ્રમાણે–સૂક્ષ્મપનક જીવની જે જઘન્ય અવગાહના તેણે કરીને જેટલું ક્ષેત્ર વ્યાપ્ત કરી શકાય તે કરતાં અસંખ્યગુણ ક્ષેત્રાવગાહી દ્રવ્યપ્રમાણ અસંખ્યય ખંડ જાણવા. આ સંબંધમાં શ્રી અનુગદ્વારસૂત્રમાં કહ્યું છે કે-“તે એકેક વાળાગ્રના અસંખ્યાત ખંડ કરવા. તે વાળાગ્ર ( ખંડ) દષ્ટિ અવગાહનાથી અસંખ્યાતમે ભાગે અને સૂક્ષમાપનક જીવોના શરીરની અવગાહનાથી અસંખ્યાતગુણ સમજ. ” અહીં વૃદ્ધો પૂર્વપુરૂષની પરંપરાથી આવેલા સંપ્રદાયના વશથી આ પ્રમાણે કહે છે.—એ ખંડ બાદર પૃથિવીકાયિક પર્યાપ્ત જીવના શરીરપ્રમાણ અસંખ્યય ખંડ જાણવા. તથા શ્રી અનુગદ્વારના ટીકાકાર શ્રી હરિભદ્રસૂરિ પણ કહે છે કે-“બાદરપૃથિવીકાયિક પર્યાપ્ત શરીર તુલ્ય અસંખ્યાત ખંડ કરવા એ વૃદ્ધવાદ છે. એ પ્રમાણે અસંખ્યાત ખંડ કરેલા વાળાગ્રોવડે તે પાલે પૂર્વે કહ્યા પ્રમાણે કંઠ સુધી એવો દાબીને ભરે કે જેથી તેમાં અગ્નિ વિગેરે કાંઈ પણ પ્રવેશ કરીને આક્રમણ કરી શકે નહીં. પછી સમયે સમયે એકેક વાળાગ્ર અપહર-કાઢવો. એ પ્રમાણે કાઢતાં એટલે કાળે તે પાલે સર્વથા નિલેપ (ખાલી ) થાય તેટલા કાળવિશેષને સૂક્ષમ ઉદ્ધારપપમ કહીએ. એવા દશ કોટાકોટિ સૂક્ષ્મ ઉદ્ધાર પમવડે એક સૂમ ઉદ્ધારસાગરોપમ થાય. આ સૂક્ષ્મ ઉદ્ધારપપમ ને સાગરોપમ વડે દ્વિપ ને સમુદ્રોનું–તેની સંખ્યાનું પ્રમાણ કરાય છે. શ્રી અનુગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે--“એ સૂક્ષ્મ ઉદ્ધારપપમ ને સાગરોપમ વડે દ્વીપ–સમુદ્રોનો ઉદ્ધાર કરીએ– ગણના કરીએ.” સર્વ દ્વીપસમુદ્રોનું પરિમાણ ઉદ્ધાર પલ્યોપમ ને સાગરેપમવડે આ પ્રમાણે આગમમાં કરેલ છે.-હે પ્રભુ ! ઉદ્ધારવડે કરીને કેટલા દ્વીપસમુદ્રો કહ્યા છે? ઉત્તર–“હે ગૌતમ ! જેટલા અઢી ઉદ્ધાર સાગરોપમના સમય તેટલા દ્વીપસમુદ્રો ઉદ્ધારવડે (સંખ્યાવડે) કહ્યા છે. આ પ્રમાણે ઉદ્ધારપલ્યોપમ ને સાગરેપમની પ્રરૂપણ કરી. હવે બાદર ને સૂક્ષમ અદ્ધાપલ્યોપમને સાગરોપમની પ્રરૂપણ કરે છે –
ઉપર કહ્યો છે તેવો ઉલ્લેધાંગુળમિત એજનપ્રમાણ લાબ, પહોળો ને