________________
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર ટીકાથ–ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને બે દેવકના દેવેનું શરીરપરિમાણુ ઉત્કૃષ્ટ સાત હાથનું છે. ત્યારપછી બે, બે, બે અને ચાર દેવલોકમાં એકેક હાથની હાનિ કરવાની કહી છે. એટલે ત્રીજા ચોથામાં છ હાથનું, પાંચમા છઠ્ઠામાં પાંચ હાથનું, સાતમા આઠમામાં ચાર હાથનું અને નવમાં, દશમા, અગ્યારમાં ને બારમા દેવલેકમાં ત્રણ હાથનું શરીર હોય છે. ગ્રેવેથકમાં બે હાથનું અને અનુત્તરમાં એક હાથનું શરીર હોય છે. આ સાત હાથ વિગેરેની અવગાહના ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટી જાણવી. ૧૪૩–૧૪૪
હવે સનકુમાર દેવલેથી માંડીને અનુત્તર વિમાન સુધી ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના છે. તે આયુષ્યના સાગરેપમની વૃદ્ધિના ક્રમથી હીન અને હીનતર થાય છે તે કહેવાને માટે પ્રથમ સ્થિતિ પ્રતિપાદક પણ બે ગાથા કહે છે –
सोहम्मीसाणदुगे, उवरिं दुग दुग दुगे चउक्के य। नवगे पणगे य कमा, उक्कोसा ठिई इमा होइ ॥ १४५॥ दो अयर सत्त चउदस, अट्ठारस चेव तह य बावीसा। इगतीसा तित्तीसा,
ટીકાથ–સાધમને ઈશાન એ બે દેવલોકમાં અને તેની ઉપર બે, બે, બે, ચાર, નવ, અને પાંચમાં અનુક્રમે ઉત્કૃષ્ટ સ્થિતિ જે પ્રમાણે છે તે કહે છેસિધર્મ ને ઈશાન એ બે દેવલોકમાં સ્થિતિ ઉત્કૃષ્ટી બે સાગરોપમની છે. અહીં ઈશાનમાં આયુમાં સાધિકપણું છે તે દેહમાનમાં ઉપયોગી ન હોવાથી તેની વિવક્ષા કરી નથી. એ પ્રમાણે આગળ પણ સમજી લેવું. સનસ્કુમાર ને માહેંદ્રરૂપ બે દેવકમાં સાત સાગરોપમની, બ્રહ્મ ને લાંતકમાં ચોદ સાગરોપમની, શુક ને સહસ્ત્રારમાં અઢાર સાગરોપમની, આનત, પ્રાણત, આરણને અશ્રુતમાં બાવીશ સાગરોપમની, નવગ્રેવેયકમાં ૩૧ સાગરોપમની અને પાંચ અનુત્તરમાં ૩૩ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. દરેક કલ્પમાં અને તેના દરેક પ્રસ્તટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ જે નિયત છે તે તે પૂર્વે કહી છે. અહીં જે ફરીને સ્થિતિ કહી તે આગળ કરવાના શરીરપ્રમાણના કરણને માટે છે તેથી તેમાં પુનરૂક્ત દોષ નથી. હવે તે કરણ કેવી રીતે કરવું તે કહે છે –
सत्तसु ठाणेसु तासिं तु ॥ १४६ ॥