________________
૧૩૦
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. ૨ એક માસમાં ૩૩૫૭૦૦ શ્વાસોશ્વાસ થાય. તેને ૧૨ વડે ગુણતાં ૩ એક વર્ષમાં ૪૦૭૪૮૪૦૦ શ્વાસોશ્વાસ થાય. તેને ૧૦૦ વડે ગુણતાં ૪ સે વર્ષમાં ૪૦૭૪૮૪૦૦૦૦ શ્વાસોશ્વાસ થાય. હવે પ્રતિસાગરોપમ ઉદ્ઘાસનું પરિમાણ ને આહારનું પરિમાણ કહે છે. जस्स जइ सागराइं, ठिई तस्स तत्तिएहिं पकेहि । ऊसासो देवाणं, वाससहस्सेहिं आहारो ॥ २१४ ॥
ટીકાર્ય–વૈમાનિક દેવામાં જે દેવનું જેટલા સાગરોપમનું આયુ હોય તેટલા પક્ષે તેને શ્વાસોશ્વાસ લેવાને સમજો અને તેટલા હજાર વર્ષે આહાર સમજ. તે જ કહે છે-જે દેવોનું એક સાગરોપમનું આયુ હોય તેને એક પક્ષે ઉશ્વાસને એક હજાર વર્ષે આહાર જાણ, જેનું બે સાગરોપમનું આયુ હોય તેને બે પક્ષે વાસ ને બે હજાર વર્ષે આહાર જાણ. યાવત્ જેનું આયુ ૩૩ સાગરોપમનું છે તેને ૩૩ પક્ષે ઉશ્વાસ ને ૩૩૦૦૦ વર્ષે આહાર સમજો. ૨૧૪
દશ હજાર વર્ષથી માંડીને જ્યાં સુધી સાગરોપમ પૂરું ન થાય ત્યાં સુધીના અપાંતરાળ આયુવાળા માટે આહાર ને ઉશ્વાસનું કાળપ્રમાણ કહે છે–
दसवाससहस्साइं, समयाई जाव सागरं ऊणं । दिवसमुहुत्तपुडुत्ता, आहारूसास सेसाणं ॥२१५॥
ટીકાથ-જે દેવોનું આયુ દશ હજાર વર્ષથી એક, બે, ત્રણ સમયાધિક થાવત્ કાંઈક ઊણુ સાગરોપમ સુધીનું હોય તેને દિવસ પૃથક આહાર અને મુહૂર્ત પૃથક્ ઉચ્છવાસ જાણવો. આને સાર એ છે કે-દશ હજાર વર્ષના આયુવાળાને સાત સ્તોકે ઉદ્ઘાસ અને ચતુર્થ ભકતે આહાર હોય ત્યાંથી સમય, મુહૂર્ત, દિવસાદિની વૃદ્ધિવડે ઉગ્લાસકાળ પ્રમાણને આહારકાળ પ્રમાણ થોડું થોડું વધતું જાય, યાવત્ પપમની સ્થિતિવાળાને મુહૂર્ત પૃથફત્વે ઉચ્છવાસ અને દિવસ પૃથ આહાર હોય. ત્યારપછી તેથી વધતા આયુવાળાને પાપમાદિની વૃદ્ધિએ મુહૂર્ત પૃથ અને દિવસ પૃથફ વધારતા જવા. યાવત્ એક સાગરોપમના આયુવાળાને એક પક્ષે ઉદ્ઘાસ ને એક હજાર વર્ષે આહાર હોય. કેવળ તેમાં વિવરમુદુત્ત,દુત્તા એ વાકયની બહુવચનવડે વ્યાખ્યા કરવી. ૨૧૫