________________
એકે ક્રિયપણે ઉપજતા જીવાની સંખ્યા.
૧૯૯
તિર્યંચમનુષ્યાધિકાર. ] એટલે પ્રથમ ઉત્સર્પિણી અવસર્પિણીમાં કાયસ્થિતિ કહી. અહીં વર્ષમાં કહે છે. પંચેન્દ્રિય તિર્યં ચ અને મનુષ્યની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાત આઠ ભવ પ્રમાણ છે. તેમાં જ્યારે આઠ ભવ પામીએ ત્યારે પ્રથમના સાત ભવ સંખ્યાતા વર્ષના આયુવાળા અને આઠમે ભવ નિશ્ચયે અસંખ્યાતા વર્ષના આયુવાળા (યુગલિકા) ના જ હાય. તે કારણથી સાત આઠ ભવ-એમ કહેલ છે, તેમ ન હેાત તા આઠ ભવ જ કહેત. જઘન્ય તા બધે અંતર્મુહૂત્તની કાયસ્થિતિ સમજવી. ૩૩૪
ઉપર પ્રમાણે તિર્યંચ ને મનુષ્યનું દેહમાન અને આયુષ્યપ્રમાણ કહ્યું, હવે તેમના ઉપપાત ઉર્દૂના વિરહકાળ અને ઉત્પદ્યમાન તથા ઉદ્ધૃમાનની સંખ્યા અને ગતિ–આગતિ કહેવાના અવસર છે. તેમાં પ્રથમ તિર્યંચાનું કહેતાં એકેન્દ્રિય જીવાની ઉપપાત સંખ્યા કહે છે:—
अणुसमयम संखिज्जा, संखिज्जाऊ अ तिरिमणुआ य । નિમુિ નક્કે, આર ફેસાળàવા ચ ॥ રૂરૂપ ॥
શબ્દાઃ—પ્રત્યેક સમયે અસંખ્યાતા અને સંખ્યાતા તિર્યંચ અને મનુષ્યા તેમ જ ઇશાનદેવલાક સુધીના દેવા એકેદ્રિયમાં જાય છે.
ટીકા :- ઉપપાતવિરહકાળ અને ઉદ્વૈનાવિરહકાળ એકેદ્રિયમાં નથી કારણ કે તેમાં પ્રતિસમય ઉપપાત ને ઉદ્દતનાના સદ્ભાવ છે; તેથી તે એ દ્વારના તેમાં અવતાર નથી. કેવળ પ્રતિસમય તેમાં કેટલા વા ઉત્પન્ન થાય છે તે વિચારવાનુ છે. તેમાં પ્રતિસમય એકેદ્રિયા અને એકેદ્રિય શિવાયના બીજા જીવા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. તેને સાર એ છે કે-પ્રતિસમય એકેદ્રિયપણે ઉત્પન્ન થનારા જીવા અસંખ્યાતા લક્ષ્ય થાય છે. તે આ પ્રમાણે-પૃથ્વીકાયિક, અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવે તેમાં ઉપજે છે. તેમાં પ્રથમના પૃથ્વીકાયાદિક ચાર પ્રકારના જીવા સ્વસ્થાન કે પરસ્થાનની વિવક્ષા વિના સામાન્ય પ્રત્યેક જાતિના પ્રત્યેક સમયે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે હે ભગવંત ! પૃથ્વીકાયિક જીવેા પ્રતિસમય કેટલા ઉપજે ? ’ ઉત્તર-‘ હે ગૌતમ ! પ્રતિસમય અવિરહિતપણે અસંખ્યાતા ઉપજે. એ રીતે વાયુકાય સુધી સમજવું.' વનસ્પતિકાયિક સ્વસ્થાનથી આવીને ઉત્પદ્યમાન પ્રતિ સમયે અનંતા અને પરસ્થાનથી આવેલા પ્રતિસમય ઉત્પદ્યમાન વા સર્વ કાળે અસંખ્યાતા સમજવા. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં આ પ્રમાણે જ કહેલ છે. સ્વસ્થાન ઉપપાતને માટે આ પ્રક્ષેપ ગાથા છે—