________________
૭૬ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર.
(દેવાધિકાર. વ્યાઘાતે તે જઘન્ય અંતર ર૬૬ જનનું છે અને ઉત્કૃષ્ટાંતર ૧રર૪ર
જનનું છે. સૂર્યપ્રજ્ઞપ્તિમાં બે પ્રકારનાં અંતર છે એમ કહીને વ્યાઘાતે અંતર જઘન્ય ને ઉત્કૃષ્ટ આ પ્રમાણે જ કહેલ છે. ૧૧૩
(આ પ્રમાણે વ્યાઘાતના અંતરનું કારણ ટકામાં બતાવ્યું નથી, પરંતુ તે આ પ્રમાણે સમજવું. વર્ષધર પર્વત ઉપરના કૂટ મથાળે ૨૫૦ જન લાંબા-પહોળા છે તેનાથી આઠ યોજન દૂર રહીને તારા ચાર ચરે છે. તેથી બે બાજુના આઠ આઠ જન ૨૫૦ માં ભેળવતાં ૨૬૬ જનનું વ્યાઘાતે જઘન્ય અંતર સમજવું. ઉત્કૃષ્ટ અંતર મેરૂપર્વત આશ્રી સમજવું. તે આ રીતેમેરૂ પર્વત જમીન ઉપર દશ હજાર જન વિસ્તારવાળો છે. તે ૭૯૦
જન ઉચે રહેલા તારાની શ્રેણીએ દશ હજારથી ઓછો થાય છે પરંતુ તે ન ગણતાં તેનાથી ૧૧૨૧ યોજન બંને બાજુ મૂકીને તારાઓ ચાર ચરે છે તેથી બે બાજુના ૨૨૪ર દશ હજારમાં ભેળવતાં ૧૨૨૪૨ યેજન થાય. એટલું વ્યાઘાતે ઉત્કૃષ્ટ અંતર જાણવું.) - હવે મનુષ્યક્ષેત્રની બહાર રહેલા ચંદ્ર ને સૂર્યોનું પરસ્પર અંતર કહે છે–
सूरस्स य सूरस्स य, ससिणो ससिणो य अंतरं दिळं । बाहिं तु माणसनग-स्स जोयणाणं सयसहस्सं ॥ ११४ ॥
અર્થ–સૂર્યસૂર્ય અને ચંદ્રચંદ્રને માનુષોત્તર પર્વતની બહાર લાખ લાખ જનનું આંતરૂં જાણવું.
ટીકાથ–માનુષેત્તર નામના પર્વતની બહાર સૂર્યસૂર્ય અને ચંદ્રચંદ્રને પરસ્પર અંતર તીર્થકર ગણધરેએ પૂર્ણ એક લાખ યાજનનું દીઠું છે–કહ્યું છે. તે આ પ્રમાણે–ચંદ્રાંતરિત સૂર્ય ને સૂર્યાતરિત ચંદ્ર મનુષ્યલકની બહાર રહેલા છે. તેનું પરસ્પર અંતર અન્યૂન પચાસ હજાર જનનું છે. શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિમાં એ જ પ્રમાણે કહ્યું છે. આ પ્રમાણે હોવાથી ચંદ્રચંદ્રને અને સૂર્યસૂર્યને લાખ એજનનું અંતર થાય છે. ૧૧૪.
હવે મનુષ્યલકની બહાર ચંદ્ર ને સૂર્યોનું પંક્તિએ અવસ્થાન કહે છે –
सूरतरिआ चंदा, चंदंतरिआ य दिणयरा दित्ता। - વિનંતરા , સુસ મંતા થશે શરૂ૫