________________
૧૭૮
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [નરકાધિકાર વળી પૂર્વે જ કહ્યું કે “દેવને અને નારકીઓને પોતપોતાની કહેલી લેશ્યા જ હોય વિગેરે.” તે પણ ઉપર કહેલી યુક્તિ પ્રમાણે ઘટે જ છે. તે આ પ્રમાણે –જે કે માત્ર આકારપણાએ કરીને અથવા માત્ર પ્રતિબિંબપણાએ કરીને બીજી વેશ્યાની પ્રાપ્તિ થાય છે, તે પણ આ ચાલતા સૂત્રમાં ગ્રહણ કરેલા લેશ્યાના દ્રવ્ય પોતાના સ્વરૂપને તજતા નથી અને ફરીથી બીજી આવેલી વેશ્યાને નાશ થાય (જતી રહે) ત્યારે પાછી તે જ ચાલતા સૂત્રમાં કહેલી શ્યાઓ જ પ્રવર્તે છે. આ પ્રમાણે પ્રાયે સદા અવસ્થિતપણું હોવાથી બીજી લેશ્યા પ્રાપ્ત થયા છતાં પણ પોતાના દ્રવ્યના સ્વરૂપને ત્યાગ સંભવતે ન હવાથી ચાલતા સૂત્રમાં કહેલી જે લેશ્યા તે દ્રવ્યલેશ્યા છે. એમ કહ્યું છે પરંતુ તેવું કહેવાથી કાંઈ તે બાહ્ય વર્ણરૂપ નથી. તેમ જ વળી આ ચાલતા સૂત્રમાં ગ્રહણ કરેલી નારકીની વેશ્યાઓ ભગવતી અને પ્રજ્ઞાપના વિગેરે સૂત્રમાં પણ કહેલી છે, તેથી જે આ બાહ્ય વર્ણરૂપ હોય તે ભગવતી વિગેરેમાં વર્ણને કહેનારૂં સૂત્ર કહીને પછી લેફ્સાને કહેનારૂં સૂત્ર આ પ્રમાણે કહ્યું છે“હે ભગવન! સર્વે નારકીઓ સમાન વર્ણવાળા છે?” ઉત્તર–“હે ગતમ! આ તું કહે છે તે અર્થ એગ્ય નથી.” પ્રશ્ન–“હે ભગવન્! એમ કેમ કહે છે?” ઉત્તર–“હે ગૌતમ! નારકીઓ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે પૂર્વોપપન્ન, પશ્ચાદુપપન્ન. તેમાં જેઓ પૂર્વોપપન્ન છે તેઓ વિશુદ્ધ (ગાઢ) વર્ણવાળા છે, અને જેઓ પશ્ચાદુપપન્ન છે તેઓ અવિશુદ્ધ (મંદ) વર્ણવાળા છે, માટે હે ગતમઆ અર્થ વડે કરીને સર્વે નારકીઓ સમાન વર્ણવાળા નથી એમ કહેવાય છે.” પ્રશ્નન–“હવે હે ભગવન ! સર્વે નારકીઓ શું સમાન વેશ્યાવાળા છે?” ઉત્તર–“હે ગતમ! તું કહે છે તે અર્થ સત્ય નથી.” પ્રશ્ન–“હે ભગવન ! શા માટે એમ કહો છે?” ઉત્તર–“હે તમ! નારકીઓ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે–પૂર્વે પપન્ન અને પશ્ચાદુપપન્ન. તેમાં જેઓ પૂર્વોપ પન્ન છે તેઓ વિશુદ્ધ (તીવ્ર) લેશ્યાવાળા છે, અને જેઓ પશ્ચાદુપપન્ન છે તેઓ અવિશુદ્ધ (મંદ) લેશ્યાવાળા છે. હે ગતમ! આ કારણને લીધે એમ કહેવાય છે કે સર્વે નારકીઓ સરખી લેફ્સાવાળા નથી.” જે વર્ણનું જ લેશ્યાપણું અંગીકાર કરીએ તે આ સૂત્રમાં વિરોધ આવે છે, કેમકે વર્ણોને માટે તે પહેલું સૂત્ર જ કહ્યું છે. વળી ભાવ (મનના અધ્યવસાય) ના પરાવર્તન (ફેરફાર) પણાએ કરીને દેવોને અને નારકીઓને છએ લેશ્યાઓ કહી છે, તે પણ અમે ઉપર કહેલા
૧ પહેલા ઉત્પન્ન થયેલા. ૨ પછી ઉત્પન્ન થયેલા.