________________
નરકાધિકાર. ]
નારકીના ઉત્તરવૈક્રિય શરીરનું પ્રમાણ.
૫ ધૂમપ્રભાનું દેહમાન
૬ તમ:પ્રભાનું દેહમાન તમસ્તમપ્રભાનું
પ્રતર
પ્રતર ધનુષ | દર | ૭૮ | હાથ ૨ ૦ આંગળ | ૧૨|
૯૩ ૧૦૯
૫] પ્રતર | ૧ | ૨ |
ધનુષ ૧૨૫ ૧૮૭ ૨૫૦ | ધનુષ ૦ | હાથ |
હાથ | અંગુલ,
અંગુલ
૩
| ૧૨ |
o
o
હવે દરેક પૃથ્વીએ ઉત્કૃષ્ટ ઉત્તરક્રિય શરીરનું પ્રમાણ કહે છે – जा जम्मि होइ भवधारणिज ओगाहणा य नरएसु । सा दुगुणा बोधव्वा, उत्तरवेउव्वि उक्कोसा ॥ २७९ ॥
ટીકાર્થ–સાત નરક પૃથિવીને વિષે જે નરક પૃથ્વીમાં જેટલી ભવધારણય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કહી છે તેને બમણી કરવાથી જે પરિમાણ આવે તેટલી તે નરકમૃથ્વીમાં ઉત્કૃષ્ટ ઉત્તરકિય શરીરની અવગાહના જાણવી. તે આ પ્રમાણે- રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ ઉત્તરક્રિય પંદર ધનુષ્ય, બે હાથ ને ૧૨ અંગુળનું, શર્કરા પ્રભામાં ૩૧ ધનુષ્ય ને એક હાથનું, વાલુકાપ્રભામાં ૬૨ ધનુષ્ય ને બે હાથનું, પંકપ્રભામાં ૧૨૫ ધનુષ્યનું, ધૂમપ્રભામાં ૨૫૦ ધનુષ્યનું, તમ પ્રભામાં ૫૦૦ ધનુષ્યનું અને તમસ્તમપ્રભામાં એક હજાર ધનુષ્યનું જાણવું. ર૭૯
હવે ભવધારણીય ને ઉત્તરક્રિયની જઘન્ય અવગાહના કહે છે – भवधारणिज रूवा, उत्तरवेउविआ य नरएसु ।
ओगाहणा जहन्ना, अंगुल अस्संख संखे उ ॥ २८० ॥ . ટીકાર્થ –સર્વ નરકમૃથિવીને વિષે નારકી જીવની ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુળના અસંખ્યાતમા ભાગની કહી છે તે ઉત્પત્તિ સમયે જાણવી અને ઉત્તરક્રિયની જઘન્ય અવગાહના અંગુળના સંખ્યામાં ભાગની કહી છે તે પણ આરંભકાળે સમજવી. કેવળ તે પ્રથમ સમયે પણ તથાવિધ પ્રયત્ન છતાં અંગુળના સંખેય ભાગની જ હોય છે. શ્રી અનુગદ્વારસૂત્રના મૂળ ટીકાકાર શ્રીહરિભદ્રસૂરિ પણ એ જ પ્રમાણે કહે છે. ૨૮૦ . ૨૨