________________
- તિર્યંચમનુષ્યાધિકાર.] સંમૂછિમ મનુષ્ય તિર્યંચનું આયુષ્ય.
મનુષ્ય ક્યાં ઉપજે છે ? ” ઉત્તર-હે ગૌતમ ! ૪૫ લાખ એજનપ્રમાણુ મનુષ્યક્ષેત્રમાં, અઢી દ્વીપ સમુદ્રમાં, પંદર કર્મભૂમિમાં, ૩૦ અકર્મભૂમિમાં, પ૬ અંતરદ્વીપમાં, ગર્ભજ મનુષ્યના ઉચ્ચારમાં, પ્રશ્રવણમાં, લેબ્સમાં, જજલ્લામાં "સિંધાણમાં, ઉલટીમાં, પિત્તમાં, શુક(વીર્ય)માં, શોણિત (રૂધિર)માં, શુકપુદુગળના પરિશાટનમાં, જીવવિનાના કલેવરમાં, સ્ત્રી-પુરૂષના સંગમાં, નગરની ખાળમાં અને સર્વ અશુચિસ્થાનમાં સંમૂછિમ મનુષ્યો ઉપજે છે. તેની અવગાહના અંગુળના અસંખ્યાતમા ભાગની અને આયુ અંતર્મુહૂર્તનું હોય છે. ૩૧૮.
હવે પૂર્વોક્ત સર્વ સંમૂછિમનું જઘન્ય આયુ પ્રમાણ કહે છેसव्वेसि अमणाणं, भिन्नमुहुत्तो भवे जहण्णेणं। सोवकमाउआणं, संन्नीणं चेव एमेव ॥३१९ ॥
ટીકાર્થ–સર્વ એકેદ્રિયથી માંડીને પચંદ્રિય સુધીના મનવિનાના સમૂછિમ જીવોનું જઘન્ય આયુ અંતર્મુહૂર્તનું હોય છે તથા સોપકમ આયુવાળા સંશી ગર્ભજ પંચેન્દ્રિયેનું પણ એ જ પ્રમાણે જઘન્ય આયુ અંતર્મુહૂર્તનું જાણવું. ૩૧૯. - હવે આયુષ્યના સંબંધમાં કાંઈક વિશેષ કહે છે – आउस्स बंधकालो, अबाहकालो उ अंतसमओ य। अपवत्तणणपवत्तणउवकमाणुवकमा भणिया ॥ ३२० ॥
ટીકર્થ-આયુને અંગે સાત પદાર્થો યથાયોગ્ય પ્રવર્તે છે. તે આ પ્રમાણે–૧ બંધકાળ તે જેટલું આયુષ્ય હોય તેના ત્રીજે ભાગે પરભવનું આયુ બાંધે તે જાણ. ૨ અબાધાકાળ તે પરભવનું આયુ બાંધ્યું સતું જેટલે કાળ ઉદય ન આવે તે કાળવિશેષ જાણ. ૩ અંતસમય તે અનુભૂયમાન ભવાયુ જે સમયે નિષ્ઠા પામે–પૂર્ણ થાય તે. ૪ અપવર્તન તે દીર્ઘ કાળ વેદવાપણે વ્યવસ્થિત કરેલું (બાંધેલું) આયુ સ્વલ્પ કાળમાં વેદી નાખવું તે. ૫ અનપવર્તન તે જેટલું આયુ પૂર્વે બાંધ્યું હોય તેટલું પૂરેપૂરું ભેગવવું, સ્થિતિનો હાસ ન થાય તે. ૬ ઉપકમ તે જે કારણ વડે કરીને આયુનું અપવર્તન થાય (ઘટે) તેવા કારણોને સમૂડ તે અને ૭ અનુપક્રમ તે ઉપક્રમને અભાવ. ૩૨૦.
૧ વિષ્ટા ૨ મૂત્ર બડખે ૪ કાનનો મેલ ૫ નાકને મેલ. ૬ એકંદર ચૌદ સ્થાનમાં.