________________
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર.
[ નરકાધિકાર. આઠમે પ્રસ્તટે તેર ધનુષ્ય એક હાથ ને ત્રણ અંગુળ, નવમે પ્રસ્તટે ૧૪ ધનુષ્ય ને છ અંગુળ, દશમે પ્રસ્તટે ૧૪ ધનુષ્ય ત્રણ હાથ ને નવ અંગુળ અને અગ્યારમે પ્રસ્તટે પંદર ધનુષ્ય બે હાથ ને બાર અંગુળ ઉત્કૃષ્ટ દેહમાન જાણવું.
અગ્યારમાં પ્રસ્તટનું પરિમાણ ગાથાવડે કહે છે— इक्कारसमे पयरे, पन्नरस धणुयाइं दुन्नि रयणी उ। बारस य अंगुलाई, देहपमाणं तु विन्नेयं ॥ २७० ॥ (અર્થ ઉપર લખાઈ ગયું છે તેથી ફરીને લખ્યું નથી.) હવે ત્રીજી વાલુકાપ્રભાન નારકોનું દેહમાન કહે છે – सो चेव य तइयाए, पढमे पयरम्मि होइ उस्सेहो। सत्त रयणी उ अंगुल, उणवीसं सड्ढवुड्डीए ॥ २७१ ॥ पयरे पयरे य तहा, नवमे पयरम्मि होइ उस्सेहो। धणुआणि एगतीसं, इक्का रयणी य नायव्वा ॥ २७२॥
શબ્દાર્થ –બીજી પૃથ્વીના છેલ્લા પ્રસ્તટનું ઉત્કૃષ્ટ દેહમાન તે ત્રીજી પૃથ્વીના પ્રથમ પ્રસ્તટમાં પણ સમજવું. ત્યારપછી દરેક પ્રસ્તટે સાત હાથ ને સાડીઓગણીશ અંગુળને ઉમેરે કરે, જેથી નવમે પ્રસ્તટે એકત્રીશ ધનુષ્ય ને એક હાથનું ઉત્કૃષ્ટ દેહમાન આવે. ૨૭૧–૨.
ટીકાર્થ –જે બીજી શર્કરપ્રભાના અગ્યારમાં પ્રસ્તટે ભવધારણીય શરીરનું ઉત્કૃષ્ટ માન પંદર ધનુષ્ય બે હાથ ને બાર અંગુળનું કહ્યું છે તે જ ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના પ્રથમ પ્રસ્તટે ઉત્કૃષ્ટ શરીરમાન જાણવું. ત્યારપછી પ્રતરે પ્રતરે સાત હાથ ને ૧લા અંગુળની વૃદ્ધિ કરવી તે આ પ્રમાણે-બીજે પ્રસ્તટે સતર ધનુષ્ય, બે હાથ ને સાડાસાત અંગુળ, ત્રીજે પ્રસ્તટે ૧૯ ધનુષ્ય, બે હાથ ને ત્રણ અંગુળ, ચોથે પ્રસ્તટે ૨૧ ધનુષ્ય, એક હાથ ને રાા અંગુળ, પાંચમે પ્રસ્તટે ૨૩ ધનુષ્ય, એક હાથ ને ૧૮ અંગુળ, છટ્ટે પ્રસ્તુટે ૨૫ ધનુષ્ય, એક હાથ ને ૧૩ અંગુળ, સાતમે પ્રસ્તટે ૨૭ ધનુષ્ય, એક હાથ ને નવ અંગુળ, આઠમે પ્રસ્તટે ૨૯ ધનુષ્ય, એક હાથ ને સાડા ચાર અંગુળ અને નવમે પ્રસ્તટે યક્ત વૃદ્ધિએ કરીને જે થાય છે તે ર૭રમી ગાથાના ઉત્તરાર્ધમાં સાક્ષાત્ કહેલ છે. અર્થાત નવમે પ્રસ્તટે ઉત્કૃષ્ટ ભવધારણીય શરીર ૩૧ ધનુષ્ય ને એક હાથ પ્રમાણ જાણવું.