________________
નરકાધિકાર. ]
સાતે નરકમાં આયુનું પ્રમાણ.
૧૩૯
ટીકાઃ—જે પ્રથમ રત્નપ્રભા પૃથિવીની એક સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ તે ખીજી શર્કરાપ્રભા પૃથિવીમાં જઘન્ય જાણવી. આ પ્રમાણે જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિને તરતમયેાગ સર્વ પૃથિવીમાં જાણવા. તે આ પ્રમાણે જે ખીજીની ઉત્કૃષ્ટ સ્થિતિ તે ત્રીજીની જઘન્ય, જે ત્રીજીની ઉત્કૃષ્ટ તે ચેાથીની જધન્ય, જે ચેાથીની ઉત્કૃષ્ટ તે પાંચમીની જન્ય, જે પાંચમીની ઉત્કૃષ્ટ તે છઠ્ઠીની જઘન્ય અને જે ઠ્ઠીની ઉત્કૃષ્ટ સ્થિતિ તે સાતમીની જઘન્ય જાણવી અને રત્નપ્રભામાં દશ હજાર વર્ષની જઘન્ય સ્થિતિ જાણવી. બીજીમાં એક સાગરોપમની, ત્રીજીમાં ત્રણનો, ચેાથીમાં સાતની, પાંચમીમાં દેશની, છઠ્ઠીમાં સત્તરની અને સાતમીમાં ખાવીશ સાગરાપમની જઘન્ય સ્થિતિ જાણવી. ૨૩૪
હવે દરેક નરકમાં પ્રસ્તટ કેટલા છે તે કહે છે-પહેલી રત્નપ્રભામાં ૧૩, શર્કરાપ્રભામાં ૧૧, વાલુકાપ્રભામાં ૯, ૫કપ્રભામાં ૭, ધૂમપ્રભામાં ૫, તમ:પ્રભામાં ૩ અને તમસ્તમ પ્રભામાં ૧ એમ કુલ ૪૯ પ્રતર છે. એક સ્થાને કહ્યું છે કે“ ન પહાચધોધો ઢામ્યાં કામ્યાં દીનાનિ—નરકના પ્રસ્તટા નીચે નીચેની નરકમાં એ એ આછા આછા છે.”
હવે પ્રતિપ્રસ્તટે જઘન્ય ને ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાને ઇચ્છતા પ્રથમ રત્નપ્રભા માટે કહે છે:—
दस नउई य सहस्सा, पढमे पयरम्मि ठिई जहन्नियरा । सासयगुणिआ बिइए, तइयम्मि पुणो इमा होइ ॥ २३५॥ नउई लक जहन्ना, उक्कोसा पुव्वकोडि निट्ठिा । आइल पुव्वकोडी, दसभागो सायरस्सियरा ॥ २३६ ॥ दसभागो पंचमए, दो दसभागा य होइ उक्कोसा । નુત્તરવુઠ્ઠાણ, સેવ મા મને નાવ ॥ ૨૨૭ ॥
ટીકા —રત્નપ્રભાના પહેલા પ્રસ્તટમાં દશ હજાર વર્ષની જઘન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ ૯૦૦૦૦ વર્ષની છે. આ જઘન્ય ઉત્કૃષ્ટને સાગુણી કરીએ તેટલી ત્રીજા પ્રસ્તટની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. એટલે જઘન્ય દશ લાખ વર્ષની અને ઉત્કૃષ્ટ નેવું લાખ વર્ષની જાણવી. ત્રીજા પ્રસ્તટમાં ૯૦ લાખ વર્ષની જઘન્ય અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની જાણવી. આ પ્રમાણે તીર્થંકર ગણધરાએ કહેલ છે.