________________
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. पंचुत्तरिया वुड्डी, नेयव्वा जाव अंतिमं पयरं । तो बारसम्मि पयरे, संपुन्ना सायरा सत्त ॥२४॥
શબ્દાર્થ–ત્રીજા સનકુમાર દેવકના પ્રથમ પ્રતરે બે સાગરોપમની જઘન્ય સ્થિતિ જાણવી અને ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમ અને બારીઆ પાંચ ભાગની 5 ની સમજવી. એ પ્રમાણે દરેક પ્રતરે પાંચ પાંચની વૃદ્ધિ છેલ્લા પ્રતર સુધી કરવી, જેથી બારમે પ્રતરે સંપૂર્ણ સાત સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ થશે.
ટીકાથ–સનત્કુમાર દેવલોકના પ્રથમ પ્રતરે જઘન્ય સ્થિતિ બે સાગરેપમની જાણવી. કહ્યું છે કે પૂર્વના ક૫માં જે ઉત્કૃષ્ટસ્થિતિ તે ઉત્તરકપમાં જઘન્ય સ્થિતિ જાણવી. સધર્મકલ્પના ૧૩મા પ્રતરે ઉત્કૃષ્ટસ્થિતિ બે સાગરોપમની છે તેથી આ સનકુમાર સંબંધી પહેલા પ્રસ્તટે બે સાગરોપમની જઘન્યસ્થિતિ જાણવી. ઉત્કૃષ્ટ સ્થિતિ સનકુમારના પ્રથમ પ્રસ્તટે બે સાગરેપમ અને ત્રીજા સાગરોપમના બારીઆ પાંચ ભાગની જાણવી તે આવી રીતે–સિધર્મક૯પમાં ઉત્કૃષ્ટસ્થિતિ બે સાગરેપમની છે અને સનકુમારે સાત સાગરેપમની છે એટલે સાતમાંથી બે બાદ કરીએ ત્યારે પાંચ સાગરોપમ રહે. ત્રીજા સનકુમાર દેવલેકે બાર પ્રસ્તટ છે એટલે પાંચને બારવડે ભાંગીએ. ભાગ ન ચાલવાથી બારીઆ પાંચ ભાગ લબ્ધ થયા. તેને એક ગુણુએ, એકે ગુણતાં તે જ ; આવે. તેને નીચેના સૌધર્મદેવલોકની ઉત્કૃષ્ટ બે સાગરોપમની સ્થિતિ છે, તે સહિત કરીએ એટલે સનસ્કુમારના પહેલા પ્રસ્તટે ઉત્કૃષ્ટસ્થિતિ બે સાગરોપમ ને સાગરેપમની જાણવી. બીજા પ્રસ્તટે જાણવાની ઈચ્છા થાય તે પાંચને બે વડે ગુણીએ એટલે ૧૦ આવે તેને પૂર્વ સ્થિતિ સહિત કરીએ એટલે ર૩ સાગરોપમની બીજે પ્રસ્તટે ઉત્કૃષ્ટસ્થિતિ જાણવી. ત્રીજા પ્રસ્તટે જાણવાની ઈચ્છા થાય તે પાંચને ત્રણે ગુણીએ એટલે ૧૫ ભાગ આવે તેને સાગરોપમ કરવા માટે ૧૨ વડે ભાંગીએ એટલે ૧ સાગરોપમ આવ્યું ને ત્રણ ભાગ વધ્યા. તેને પાછલી સ્થિતિના બે સાગરોપમ સહિત કરતાં ત્રીજે પ્રસ્તટે ત્રણ સાગરોપમ ને બારીઆ ત્રણ ભાગની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. આ પ્રમાણે બીજા પ્રસ્તામાં પણ ભાવના કરવી તે આવી રીતે-ચોથે પ્રસ્તટે ત્રણ સાગરેપમ ને આઠ બારીયા ભાગ, પાંચમે પ્રસ્તટે ચાર સાગરોપમને એક બારીઓ ભાગ, છટ્ટે પ્રસ્તટે ચાર સાગરોપમને છ બારીઆ ભાગ, સાતમે પ્રસ્તટે ચાર સાગરોપમને ૧૧ બારીઆ ભાગ, આઠમે પ્રસ્તટે પાંચ સાગરોપમ ને ચાર બારીયા ભાગ, નવમે પ્રસ્તટે પાંચ સાગરોપમ ને નવ બારીઆ ભાગ, દશમે પ્રસ્તટે છ સાગરોપમ ને બે બારીઆ ભાગ, અગ્યા