________________
-
૫૦.
શ્રી બૃહતસંગ્રહણિ ટીકનું ભાષાંતર. [ દેવાધિકાર. ૫૦૦૦૦ યોજનનું અંતર છે. મનુષ્યલેકની બહાર સૂર્યને અને સૂર્યને તેમ જ ચંદ્રને અને ચંદ્રને એક લાખ વ્યાજનનું આંતરૂં છે. સૂર્ય સૂર્યના આંતરામાં ચંદ્ર અને ચંદ્ર ચંદ્રના આંતરામાં સૂર્ય રહેલા છે. તે ચિત્રાંતર લેશ્યાવાળા તેમ જ શુભ લેશ્યાવાળાને મંદ વેશ્યાવાળા છે. આ પ્રમાણે કહેલ હોવાથી સંભવે છે કે-સૂર્ય ને ચંદ્રો સૂચી શ્રેણુએ રહેલા છે. પરિધિની શ્રેણિએ એટલે ફરતા રહેલા નથી અથવા બહુશ્રુત જે રીતે અર્થ કરે તે પ્રમાણ છે. ૬૫.
હવે મનુષ્યક્ષેત્રમાં જંબુદ્વીપથી આરંભીને અનુક્રમે ચંદ્રાદિની સંખ્યા કહે છેदुन्नि य चउरो बारस, बायालीसा बिसत्तरी चेव । एगंतरदीवुदहीण, चंदसंखा मुणेयवा ॥ ६६ ॥
ટીકાર્થ–મનુષ્યક્ષેત્રમાં એકત્તર દ્વિપસમુદ્રમાં એકાન્તરિત ચંદ્ર સંખ્યા આ પ્રમાણે જાણવી. ઉપલક્ષણથી સૂર્ય સંખ્યા પણ તે જ પ્રમાણે જાણવી. તે આ રીતે-બે જંબદ્રીપમાં, ચાર લવણસમુદ્રમાં, બાર ધાતકીખંડમાં, બેંતાળીશ કલેદસમુદ્રમાં ને બહોતેર પુષ્કરવરદ્વીપાર્ધમાં જાણવી. ૬૬.
હવે મનુષ્યક્ષેત્રમાં ચંદ્રસૂર્યની પરંપરા શ્રેણિનું પરિમાણ કહે છે. चत्तारि य पंतीओ, चंदाइच्चाण मणुयलोगम्मि । छावट्ठी छावट्ठी, होइ य इकिकपंतीए ॥ ६७ ॥
અર્થ–મનુષ્યલેકમાં ચાર પંક્તિઓ ચંદ્ર સૂર્યની મળીને જાણવી. તે એકેક પંક્તિમાં ૬૬-૬૬ ની સંખ્યા હોય છે. ૬૭.
ટીકાઈ–મનુષ્યલેકમાં ચાર ચંદ્ર સૂર્યની પંક્તિઓ છે. તે આ પ્રમાણે બે ચંદ્રની ને બે સૂર્યની. અહીં આ પ્રમાણે સમજવું-એક સૂર્ય જ્યારે જંબુદ્વીપમાં મેરૂની દક્ષિણ તરફ ચાર ચરે છે, ત્યારે બીજે સૂર્ય મેરૂની ઉત્તર તરફ ચાર ચરે છે. તે જ વખતે દક્ષિણ ભાગે દક્ષિણ બાજુના સૂર્યની સમશ્રેણએ પ્રતિબદ્ધ એવા બે સૂર્યો લવણસમુદ્રમાં, છ ઘાતકીખંડમાં, એકવીશ કાલદસમુદ્રમાં ને છત્રીશ પુષ્કરવરદ્ધિીપાર્ધમાં ચાર ચરે છે. એ જ રીતે ઉત્તર બાજુ ઉત્તર તરફના સૂર્યની સમàણીએ પ્રતિબદ્ધ એવા લવણસમુદ્ર વિગેરેમાં સૂર્યો ચાર ચરે છે. એ પ્રમાણે સૂર્યોની બે પંક્તિ છે તેવી જ ચંદ્રની પણ બે પંક્તિ છે. એકેક પંક્તિમાં ચંદ્ર ને સૂર્ય ૬૬-૬૬ હોય છે તે આ પ્રમાણે મેરૂની