________________
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર.
[ દેવાધિકાર. હવે જંબુદ્વીપથી વ્યતિરિક્ત શેષ દ્વીપ સમુદ્રમાં ગ્રહ, નક્ષત્ર અને તારાએનું પ્રમાણ જાણવાનો ઉપાય કહે છે –
रिकग्गहतारग्गं, दीवसमुद्दे य इच्छसे नाउं । तस्स ससीहि य गुणियं, रिकग्गहतारगग्गं तु ॥१०६॥
ટીકાથ—અહીં અગ્રશબ્દ પરિમાણવાચી છે. જે દ્વિીપ કે સમુદ્રમાં નક્ષ ત્રનું પરિમાણ, ગ્રહનું પરિમાણ કે તારાનું પરિમાણ જાણવાનું છે તે દ્વીપ ને સમુદ્ર સંબંધી ચંદ્રની સંખ્યા વડે એક ચંદ્રના પરિવારભૂત નક્ષત્ર, ગ્રહને તારાનું જે પરિમાણું કહેલું છે તેની સાથે ગુણાકાર કરો. ગુણાકાર કરવાથી જે સંખ્યા આવે તેટલું તે દ્વીપ અથવા સમુદ્રમાં નક્ષત્ર, ગ્રહ અને તારાનું પરિમાણ જાણવું.
જે લવણસમુદ્રમાં નક્ષત્ર, ગ્રહ ને તારાનું પરિમાણ કેટલું છે તે જાણવાને ઈચ્છતા હો તે લવણસમુદ્રમાં ચાર ચંદ્ર છે તેથી એક ચંદ્રના પરિવારભૂત અઠ્ઠાવીશ નક્ષત્ર છે તેને ચારે ગુણવા. એટલે ૧૧૨ આવશે તેટલા લવણસમુદ્રમાં નક્ષત્રે જાણવા. ગ્રહે એક ચંદ્રના પરિવારભૂત ૮૮ હોય છે તેને ૪ વડે ગુણતાં ૩૫ર થાય તેટલા ગ્રહો લવણસમુદ્રમાં જાણવા. તારાઓ એક ચંદ્રના પરિવારભૂત ૬૬૭૫ કલાકેડી છે તેને ચારે ગુણતાં ૨૬૭૯૦૦ કડાકેડી આવે એટલા તારાઓ લવણસમુદ્રમાં જાણવા. આ સંખ્યા સૂચવનારી બે ગાથા ટીકામાં કહેલી છે, પરંતુ તેને ભાવ ઉપર આવી ગયેલ હોવાથી તે ગાથાઓ લખી નથી.
લવણસમુદ્ર પ્રમાણે ધાતકીખંડાદિકને માટે પણ પરિવાર સમજવો. ૧૦૬.
હવે જે આભિગિક દેવો તિષ્કના વિમાનોને વહન કરે છે તેની સંખ્યાનું પ્રતિપાદન કરવા માટે કહે છે –
सोलस चेव सहस्सा, अट्ट य चउरो य दोन्नि य सहस्सा। जोइसिआण विमाणा, वहांत देवा उ एवइआ॥ १०७॥
ટીકાર્થ—અહીં ચંદ્રાદિક વિમાને છે કે તેવા પ્રકારના જગતસ્વભાવથી જ નિરાલંબપણે આકાશમાં ફરે છે અને રહે છે, પરંતુ કેવળ તેના જે આભિ
ગિક દેવે છે તે તેવા પ્રકારના નામકર્મના ઉદયથી પિતાની સમાન જાતિવાળાને તેમ જ પિતાથી હીન જાતિવાળાને પિતાની સંસ્કૃતિ વિશેષ બતાવવા