________________
૧૮૫
નરકાધિકાર. ]
નારકીને અવધિજ્ઞાનને વિષય. પ્રસંગાનુપ્રસંગ અનેક વાત કહી, હવે પ્રસ્તુત કહે છે. તેમાં નારકી ને કેટલા ક્ષેત્રપ્રમાણ અવધિજ્ઞાનને વિષય છે તે કહે છે – रयणप्पहाए जोयणमेगं विसओ हविज्ज अवहीए। पुढवीए पुढवीए, गाउअमद्धं परिहरिजा ॥ ३०५ ॥
શબ્દાર્થ –રત્નપ્રભ પહેલી પૃથ્વીમાં અવધિજ્ઞાનનો વિષય એક જનને છે, ત્યારપછી પૃથ્વીએ પૃથ્વીએ અર્ધ ગાઉ ઘટાડવો.
ટીકાર્થ–રત્નપ્રભા પૃથ્વીના નારકને અવધિજ્ઞાનનો વિષય એક જનનચાર ગાઉનો છે, ત્યારપછી પૃથ્વી પૃથ્વીમાં એટલે એકેક પૃથ્વીમાં અર્ધ ગાઉ પરિહર-કમી કરે. તે આ પ્રમાણે –બીજી પૃથ્વીમાં સાડા ત્રણ ગાઉને અવધિજ્ઞાનને વિષય જાણ, ત્રીજી પૃથ્વીમાં ત્રણ ગાઉને, ચેથીમાં અઢી ગાઉને, પાંચમીમાં બે ગાઉને, છઠ્ઠીમાં દેઢ ગાઉને અને સાતમીમાં એક ગાઉને જાણવો. (અહીં આ મતલબની જ એક ગાથા કહેલી છે.) આ અવધિજ્ઞાનના વિષયનું પરિમાણ ઉત્કૃષ્ટ જાણવું. જઘન્ય દરેક પૃથ્વીમાં અર્ધ ગાઉ ઓછું જાણવું. તે આ પ્રમાણે-રત્નપ્રભામાં સાડા ત્રણ ગાઉને, બીજી પૃથ્વીમાં ત્રણ ગાઉને, ત્રીજી પૃથ્વીમાં અઢી ગાઉને, ચોથી પૃથ્વીમાં બે ગાઉને, પાંચમી પૃથ્વીમાં દેઢ ગાઉન, છઠ્ઠી પૃથ્વીમાં એક ગાઉને અને સાતમી પૃથ્વીમાં અર્ધગાઉન અવધિજ્ઞાનને જઘન્ય વિષય જાણ. ૩૦૫
આ પ્રમાણે પ્રસંગ સહિત નારકનું આગતિદ્વાર કહ્યું, હવે નારકવક્તવ્યતાને ઉપસંહાર કરતા અને ઉત્તર વક્તવ્યતાની શરૂઆત કરતા સતા કહે છે– निरए संखेवेसो, इत्तो एगिदियाण तिरियाणं । . गप्भभुयजलचरोभयपंचिंदियआउमाणं च .. ॥ ३०६ ॥
શબ્દાર્થ –નારક વિષયે નારક જીવની-સ્થિતિ અવગાહનાદિનું પ્રતિપાદન સંક્ષેપથી કર્યું, હવે એની પછી એકેંદ્રિય વિગેરે તિર્ય, ગર્ભજ અને સંમૂચ્છિમ બંને પ્રકારના ભુજપરી, જળચર વિગેરે પંચૅટ્રિયેનું આયુમાન વિગેરે કહેશું. ૩૦૬
( રૂતિ નરશlધાદ )