________________
૪
શ્રી બૃહત્સંગ્રહણિ સટીકનું ભાષાંતર.
ગતિ માટે ભવન વિનાના આઠે આઠે દ્વાર અને દેવ તથા નારકગતિ માટે નવ નવ દ્વાર–એમ કુલ મળીને ૩૪ દ્વાર કહેવામાં આવશે.
પ્રસંગે દેવા માટે તેના ચિન્હ, શરીરના વર્ણ, અવધિજ્ઞાનનું પ્રમાણ, વિમાન, વિષય, લેફ્યા વિગેરે; નારકીને માટે ત્રણ પ્રકારની વેદના, અવધિજ્ઞાન અથવા વિભગજ્ઞાનનું પ્રમાણુ, નરકાવાસા, તેના આકાર, લેફ્યા વિગેરે અને મનુષ્ય ને તિર્યંચ માટે તેના રહેવાના સ્થાન તરીકે તિછેલેિાક–અસંખ્ય દ્વીપ, સમુદ્ર વિગેરે અનેક માખતા કહેવામાં આવશે તેને પ્રારંભમાં વિસ્તાર કરવામાં આવતા નથી.
ટીકા –અહીં પ્રથમ ગાથાવડે અભીષ્ટદેવને પ્રણામ કરવાનું કથન અને ખીજી બે ગાથાવડે અભિધેયનું કથન કરેલું છે. સંબંધ ને પ્રત્યેાજન તા સામ ગમ્ય છે. હવે એ ગાથાઓના અવયવા કહે છે—કષાય, ઉપસર્ગ, પરિષહ, ઇન્દ્રિયાદિ શત્રુગણને જીતવામાં જે પરાક્રમ કરે છે તેને વીર કહીએ. અથવા વિશેષે કરીને કક્માને ફેડે દૂર કરે અને શિવ જે મેાક્ષ તેને પમાડે તેને વીર કહીએ અથવા વિશેષે કરીને—અપુનર્સાવે કરીને જે ( મેક્ષે ) જાય . તેને વીર કહીએ. એવા જે અપશ્ચિમ ( છેલ્લા ) તીર્થંકર શ્રી વ - માનસ્વામી તેમના પ્રત્યે. તે વ માનસ્વામી કેવા છે ? જ્ઞાનાવરણીયાદિ આઠ કર્માના જેમણે મૂળથી નાશ કર્યા છે એવા. આમ કહેવાવડે જે અનાદિ સિદ્ધ સર્વજ્ઞને માનનારા છે તેમના મતને દૂર કર્યો છે; કેમકે તેવા પ્રકારની અનાદ્ધિસિદ્ધ સજ્ઞતામાં પ્રમાણુના અસંભવ છે. કેવી રીતે પ્રમાણના અસંભવ છે ? તે તત્ત્વાર્થટીકાદિને વિષે વિસ્તારથી કહેલ છે તેથી અહીં ક્રીને કહેવાના પ્રયાસ કરતા નથી. વળી તે વીર પરમાત્મા કેવા છે ? અનત જ્ઞાનરૂપ. અહીં જ્ઞાન ને જ્ઞાનવાળાના અભેદ ઉપચાર હેાવાથી આ પ્રમાણે કહેલ છે, તેથી એમ અર્થ કરવા કે–અનંતજ્ઞાનમય. આમ કહેવાથી જેએ સકળ કર્મોના નાશ કરવાથી એલાઇ ગયેલા દીપકની જેવા ભગવતના નિર્વાણને ઇચ્છે છે-માને છે તેમના મતના નિરાસ કર્યો છે એમ સમજવું. તે પરમાત્મા છતા છે કેમકે તેમના સર્વથા વિનાશ થતા નથી. આ મામત અન્યત્ર બહુ વિસ્તારથી ચર્ચે લાવાથી અહી કીને ચતા નથી.
અહી જ્ઞાનનું ગ્રહણ કર્યું " છે તેથી દનાદિ ખીજા ત્રણનુ પણ ઉપલક્ષ ણુથી ગ્રહણ કરવું. એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીને અનંત સુખમય છે એમ સમજવું. ( સ્વીકારવું. ) એવા ભગવત અપશ્ચિમ તીર્થંકર વર્ધ માનસ્વામી તેમના પ્રત્યે ત્રિકરણ શુદ્ધે–મન-વચન-કાયાની એકાગ્રતાવડે વિશુદ્ધ એવું જે નમન-નમસ્કાર તે કરીને અર્થાત્ એવા વીરપરમાત્માને