________________
-
-
- ૬૨.
બૃહસંગ્રહણિ સટીકનું ભાષાંતર
[ દેવાધિકાર. તથા સાતમી નરક પૃથ્વીમાં અપ્રતિષ્ઠાન નામને ઇંદ્રક નરકાવાસે છે તે, પાંચ અનુત્તર વિમાનમાં સર્વમધ્યવત્તી સર્વાર્થસિદ્ધ નામનું મહાવિમાન છે તે અને સર્વ દ્વીપ સમુદ્રમાં અત્યંતરવસ્તી દ્વિપ જંબુદ્વિપ છે તે-એ ત્રણે વાના પ્રત્યેક લંબાઈને પહોળાઈમાં લાખ યેાજન પ્રમાણ છે. ૮૬.
હવે સમુદ્રમાં રહેલા જળનું સ્વરૂપ કહે છે– पत्तेअरसा चत्तारि, सायरा तिन्नि हुंति उदयरसा । अवसेसा य समुद्दा, इकुरसा हुंति नायव्वा ॥ ८७ ॥
ટીકર્થ –ચાર સમુદ્રો પ્રત્યેક રસવાળા એટલે જુદા જુદા રસવાળા છે તે આ પ્રમાણે-એક મદિરા જેવા રસવાળો (વારૂણિવર), બીજે ક્ષીર (દૂધ) સમાન રસવાળો (ક્ષીરવર ), ત્રીજે ઘી સમાન રસવાળો (વૃતવર) અને થો લવણ સમાન રસવાળો (લવણસમુદ્ર) જાણવો. ત્રણ સમુદ્ર ઉદકરસવાળા એટલે વરસાદથી પ્રાપ્ત થયેલ જળ જેવા જળવાળા (કાલેદ, પુષ્કરવાર ને સ્વયંભૂરમણ) જાણવા. બાકીના સમુદ્રો નંદીશ્વર સમુદ્ર વિગેરે ભૂતસમુદ્ર સુધીના સવેર ઈશુરસ જેવા જળવાળા જાણવા. ચતુતકથી મિશ્ર ત્રિભાગવર્તિત ઈશુરસ જેવા મધુર પાણીવાળા એ સમુદ્રો જાણવા. ૮૭.
હવે પ્રત્યેક રસવાળા ચાર ને ઉદક રસવાળા ત્રણના નામે કહે છે— वारुणिवर खीरवरो, घयवर लवणो य हुंति पत्तेया। कालोय पुरस्करोदहि, सयंभुरमणो य उदयरसा ॥ ८८॥
અર્થ–વારૂણીવર, ક્ષીરવર, વૃતવરને લવણ એ ચાર પ્રત્યેક રસવાળા જાણવા, અને કાળોદ, પુષ્કરવાદ અને સ્વયંભૂરમણ એ ત્રણ ઉદકરસવાળા જાણવા.
ટીકાથ–વારૂણીવર, ક્ષીરવર, કૃતવર અને લવણાદ–એ ચાર સમુદ્ર પ્રત્યેક રસવાળા અર્થાત્ જુદા જુદા રસવાળા છે. તે આ પ્રમાણે-સુજાત-સારા એવા પરમદ્રવ્યથી સન્મિશ્ર એવી મદિરાની જેવા સ્વાદુ જળવાળો વારૂણીવર સમુદ્ર છે. ચોથા ભાગે ખાંડથી સન્મિશ્ર કરેલા ગાયના દૂધ જેવા સ્વાદવાળા જળયુક્ત ક્ષીરવર સમુદ્ર છે. સારી રીતે કહેલા તરતના બનેલા ગાયના ઘી જેવા
૧ ઇક્ષુવર સમુદ્ર પણ તેવો જ સમજ.