________________
દેવાધિકાર. ]
વૈમાનિક દેવાને લેશ્યા.
૧૨૩
જ્યાતિષ્ક ને સામે શાન દેવલેાકના દેવામાં તેજોલેશ્યા જ હાય. આ તેજોલેશ્યા ઉપર ઉપરના દેવેામાં વિશુદ્ધિવાળી જાણવી. આ હકીકત પ્રાચુ ને આશ્રીને સમજવી. બાકી તા છએ લેશ્યા દરેક નિકાયમાં યથાસભવ હોય એમ જાણવું. તત્ત્વાર્થં ટીકાકાર શ્રીહરિભદ્રસૂરિ કહે છે કે- દેવાને પ્રતિનિકાયમાં છએ ભાવલેસ્યાઓ હાય છે.’ ૧૯૩
कप्पे सणकुमारे, माहिंदे चेव बंभलोए अ । एएस पम्हलेसा, तेण परं सुक्कलेसा उ ॥ १९४ ॥
ટીકા :—સનત્કુમાર, માહેદ્ર ને બ્રહ્મલેાક–એ ત્રણે દેવલેાકમાં દેવા પદ્મલેશ્યાવાળા હાય છે. કેવળ ઉપર ઉપરમાં વિશુદ્ધમાનલેશ્યાવાળા હાય છે. ત્યારપછી એટલે બ્રહ્મલેાકથી ઉપર લાન્તકાદિક દેવલેાકમાં, ત્રૈવેયકમાં અને અનુત્તવિમાનમાં દેવા શુકલલેશ્યાવાળા જાણવા; પરંતુ ઉત્તરાત્તર વિશુધ્યમાન લેશ્યાવાળા જાણવા. અહીં કાઈક કહે છે કે-‘આ દેવાની લેફ્સા ખાદ્યવર્ણ રૂપ દ્રવ્યલેશ્યા જાણવી.' આ કથન અયુક્ત છે. આ ભાવલેશ્યાએ જ તે તે દેવાની સૂત્રકારે કહી છે. આ લેશ્યા ભાવલેશ્યા છે તે હકીકત નારક જીવેાની લેફ્યા કહેવાના પ્રસ્તાવે કહેવામાં આવશે. જો ખાદ્યવ રૂપ દ્રવ્યલેશ્યા હાય તા અનન્તર જ દેવાના ખાહ્ય વર્ણનું પ્રતિપાદન આચાર્ય કરવાના છે તે નિરક ગણાય, તેથી આને ભાવલેશ્યા જ સમજવી. ૧૯૪
હવે વૈમાનિક દેવાના વર્ણ વિભાગ કહે છે—
कणगत्तयरत्ताभा, सुरवसभा दोंसु होंति कप्पेसु । तिसु होंति पहगोरा, तेण परं सुक्किला देवा ॥ १९५॥
ટીકા :—પહેલા એ દેવલેાક–સાધમે શાનના દેવ વૃષભેા કનકત્વફ જેવા રક્ત છાયાવાળા હાય છે, તથા ત્રણ સનત્કુમાર, માહેદ્ર ને બ્રહ્મલેાકને વિષે દેવે પદ્મગાર એટલે કમળની કેસરા જેવા અવદાત-ઉજ્જવળ વર્ણવાળા હાય છે અને બ્રહ્મલેાકથી ઉપર લાન્તકાદિ અનુત્તર વિમાન સુધીના દેવા શુકલ–યશ્ચાત્તર શુક્લ, શુક્લતર, શુક્લતમ અવદાતવર્ણ વાળા હોય છે.
અહીં કોઇ પ્રશ્ન કરે છે કે-જો આ પ્રમાણે કહેશે તેા સૂત્રની સાથે વિરાધ આવશે, કારણ કે શ્રીજીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે-“સાધર્મે શાન