________________
૨૬૮
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ સામાન્યાધિકાર. ખંડના ભક્તા ને ત્રણ ખંડના ભક્તા (વાસુદેવ) તથા રામ એટલે બળદેવ ઉત્પન્ન થાય છે. શેષ રહેલી વંશીપત્રાકારા નિમાં શેષ–ઈતર જનો ઉત્પન્ન થાય છે. ૩૬૧-૬૨ (શંખાવર્તા નિ સ્ત્રીરત્નને જ હોય છે.)
હવે પર્યાપ્તિ કેટલી છે અને તેમાંથી એકેંદ્રિયાદિને કેટલી છે? તે કહે છે – आहारसरीरिंदियपज्जत्ती आणपाणभासमणे। चत्तारि पंच छप्पिअ, एगिदिअविगलसन्नीणं ॥ ३६३ ॥
શબ્દાર્થ – આહાર, શરીર, ઇંદ્રિય, આશુપાણ (શ્વાસોશ્વાસ), ભાષા ને મન એ છ પર્યાપ્તિ છે, તેમાં એકેંદ્રિયને ચાર, વિગલેંદ્રિયને પાંચ અને સંજ્ઞી પંચંદ્રિયને છ પર્યાપ્તિઓ હોય છે.
ટીકા-પર્યામિ એટલે શક્તિ-સામવિશેષ. તે શક્તિ પુગી દ્રવ્યના ઉપચયથી ઉત્પન્ન થાય છે. તેનો સાર એ છે કે–ઉત્પત્તિદેશને પ્રાપ્ત થયેલા જીવે જે પુગળો પ્રથમ ગ્રહણ કરેલા તેની તેમ જ ત્યારપછીના અન્ય સમાએ ગ્રહણ કરેલા પુદગળની–તેના સંપર્કથી તદ્રુપ થઈ ગયેલાઓની જે શક્તિવિશેષ-આહારાદિક પુગળોને ખળ-રસાદિપણે પરિણાવવાના હેતુભૂત-જેમ ઉદરાંતર્ગત પુગળવિશેષ પૈકી આહારના મુદ્દગળોનું ગ્રહણ કરવું અને તેને ખળરસપણે પરિણુમાવવું તેના હેતુભૂત શક્તિવિશેષ તે આહારપર્યાપ્તિ કહેવાય છે. તેવી પર્યાપ્તિઓ છ છે. તે આ પ્રમાણે–આહારપર્યાપ્તિ, શરીરપર્યામિ, ઇંદ્રિય પર્યાપ્તિ, પ્રાણાપાનપર્યાપ્તિ, ભાષાપર્યાપ્તિ અને મનપર્યાપ્તિ. તેમાં જે કરણભૂત શક્તિવડે કરીને ખાધેલે (ગ્રહણ કરેલ) આહાર ખળરસપણે પરિણાવવાને સમર્થ થાય છે તે આહારપર્યાપ્તિ ૧, રસીભૂત થયેલા આહારને જે રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજજા અને શુક્ર લક્ષણ સાત ધાતુપણે પરિણાવે છે તે શરીરપર્યાપ્તિ ૨, ધાતુપણે પરિણમેલા આહારમાંથી જે એક, બે, ત્રણ, ચાર અથવા પાંચ ઇંદ્રિયપ્રાયોગ્ય દ્ર ગ્રહણ કરીને એક-બે-ત્રણ વિગેરે ઇઢિપણે પરિણુમાવીને પોતપોતાના વિષયમાં પરિજ્ઞાનસમર્થ બનાવે તે ઇંદ્રિય પર્યાપ્તિ ૩, જે ઉશ્વાસપ્રાગ્ય વર્ગણાલિકને ગ્રહણ કરી, ઉદ્ઘાસપણે પરિણમાવી, અવલંબીને મૂકી દે તે ઉદ્ઘાસપર્યાપ્તિ ૪, જે ભાષાપ્રાગ્ય વર્ગણાલિકને ગ્રહણ કરી ભાષાપણે પરિણુમાવી અવલંબીને મૂકે તે ભાષાપર્યાપ્તિ ૫ અને જે મને યોગ્ય વર્ગણાદલિકને ગ્રહણ કરી મનપણે પરિ ગુમાવી અવલંબીને મૂકે તે મન:પર્યાતિ ૬.