________________
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. તારારૂપ દેવનું જઘન્ય આયુ પલ્યોપમના આઠમા ભાગનું જાણવું. “ચ” શબ્દ અનુક્ત સમુચ્ચયાર્થે હોવાથી ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર દેવનું જઘન્ય આયુ પલ્યોપમના ચોથા ભાગનું જાણવું. એ રીતે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર ને તારારૂપ દેવનું જઘન્ય આયુ કહ્યું. હવે તારાની દેવીનું જઘન્ય આયુ કહે છે. તેની દેવીનું પણ જઘન્ય આયુ પલ્યોપમના આઠમા ભાગનું જાણવું. “ચ” શબ્દથી ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રની દેવીનું જઘન્ય આયુ પલ્યોપમના ચોથા ભાગનું જાણવું. ૮.
ઉપરની ગાથા વડે ગ્રહ, નક્ષત્ર ને તારક દેવનું ઉત્કૃષ્ટ આયુ અને ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર ને તારક દેવ-દેવીનું જઘન્ય આયુ કહ્યું, પરંતુ ચંદ્ર ને સૂર્યની દેવીનું ઉત્કૃષ્ટ આયુ હજુ કહ્યું નથી તે પ્રતિપાદન કરવા માટે અન્યર્તાની કરેલી બે ગાથા અહીં કહેવામાં આવે છે –
पन्नाससहस्साइं, पलिअद्धं पंचवाससयमहि । ससिरविगहदेवीणं, पलिअद्धं चउ जहन्नणं ॥ ९॥ पलिअचउत्थं जहणु-कोसं सविसेसं होइ नक्खत्ते । तारट्ठभाग सविसेस, जहण्णुकोसगं अहवा ॥ १० ॥
અર્થશશિ ને રવિ-ચંદ્રને સૂર્ય સંબંધી દેવીઓનું ઉત્કૃષ્ટ યથાસંખ્ય અર્ધપપમ ને ૫૦૦૦૦ વર્ષનું અને અર્ધપલ્યોપમને પાંચ સો વર્ષનું જાણવું. અર્થાત્ ચંદ્રની દેવીનું ઉત્કૃષ્ટ આયુ અર્ધપત્યોપમ ને ૫૦૦૦૦ વર્ષનું અને સૂર્ય સંબંધી દેવીનું ઉત્કૃષ્ટ આયુ અર્ધપલ્યોપમ ને ૫૦૦ વર્ષનું જાણવું. ગ્રહ સંબંધી દેવીનું ઉત્કૃષ્ટ આયુ પરિપૂર્ણ અર્ધપલ્યોપમનું જાણવું. જઘન્ય આયુ ચંદ્રની દેવીનું, સૂર્યની દેવીનું ને ગ્રહની દેવીનું પલ્યોપમના ચોથા ભાગનું જાણવું. નક્ષત્રની દેવીનું પણ જઘન્ય આયુ પલ્યોપમના ચોથા ભાગનું ને ઉત્કૃષ્ટ આયુ પલ્યોપમને ચોથો ભાગ સાધિક જાણવું. તારાની દેવીનું જઘન્ય આયુ પલ્યોપમનો આઠમો ભાગ ને ઉત્કૃષ્ટ આયુ પાપમાને આઠમ ભાગ સાધિક જાણવું. ૯-૧૦.
આ બે ગાથા અન્ય કર્તાની હોવાથી ફરીને જ્યોતિષીની દેવીઓનું જઘન્ય આયુ કહેવામાં આવેલ છે તે તેથી પુનરાવર્તન થતું નથી અથવા આ હકીકત આગળ કહેવાની ગાથાની અપેક્ષાએ કહેલી સમજવી. અહીં આ પ્રમાણે અવતરણિકા કરવી કે–ગ્રંથકર્તાએ નહીં કહેલું એવું પણ દેવીનું ઉત્કૃષ્ટ આયુ કહ્યું. હવે ગ્રંથકર્તા જ સમસ્ત તિષ્ક દેવ-દેવીનું જઘન્ય-ઉત્કૃષ્ટ આયુસંગ્રહપ્રતિપાદક એવી નીચેના ગાથા કહે છે –