________________
"
:.
^
^
^
દેવાધિકાર.] ઉપપાતને ઉર્જાનાની સંખ્યા.
૧૦૭ જઘન્ય એક, બે, ત્રણ દેવો ઉત્પન્ન થાય અને ઉત્કૃષ્ટી સંખ્યાતા અસંખ્યાતા ઉત્પન્ન થાય. સહસ્ત્રાર પછીના સર્વ દેવલોકમાં ઉત્કૃષ્ટ સંખ્યાતા જ ઉત્પન્ન થાય, અસંખ્યાતા ઉત્પન્ન ન થાય; કેમકે તેમાં મનુષ્ય જ ઉત્પન્ન થાય છે, તિર્ય ઉત્પન્ન થતા નથી અને મનુષ્યો તો સંખ્યાતા જ છે. મૂળ ટીકાકાર શ્રી હરિભદ્રસૂરિએ દઢ ગાથામાં આ પ્રમાણે જ કહેલ છે. (તે દોઢ ગાથા અહીં જરૂર ન જણાયાથી લખી નથી.) આવવાને માટે પણ એ જ પ્રમાણે સમજવું અર્થાત્ ભવનપતિ, વ્યંતર, તિષ્ક ને સહસ્ત્રાર દેવલેક સુધીના દેવલેકમાંથી એક, બે, ત્રણ યાવત્ ઉત્કૃષ્ટ અસંખ્યાતા અને ત્યારપછીના દેવલોકમાંથી ઉત્કૃષ્ટી સંખ્યાતા એવે. ૧૫૬.
આ પ્રમાણે ઉપપાત ને ઉદ્વર્તના સંબંધી સંખ્યા કહી, હવે ગતિ કહે છે– परिणामविसुद्धीए, देवाउयकम्मबंधजोगाए ।
पंचिंदिया उ गच्छे, नरतिरिया सेस पडिसेहो ॥१५७॥ - ટીકાર્થ –પરિણામ એટલે માનસિક વ્યાપાર વિશેષ–તે બે પ્રકારનો છે: વિશુદ્ધ ને અવિશુદ્ધ. તેમાં જે વિશુદ્ધ છે તે દેવગતિનું કારણ છે તેથી અહીં વિશુદ્ધિનું ગ્રહણ કર્યું છે. પરિણામની વિશુદ્ધિથી એટલે પ્રશસ્ત માનસવડે–મનના વ્યાપારવડે. આમ કહેવાથી શુભ અશુભ ગતિની પ્રાપ્તિમાં મનોવ્યાપાર જ પ્રધાન કારણ છે એમ સૂચવ્યું છે. અન્ય દર્શનીઓએ પણ કહ્યું છે કે-અસંકિલષ્ટ એવું જે ચિત્તરત્ન તેને આંતરિક ધન કહીએ. જેનું તે ધન દેષરૂપ ચોરવડે લુંટાઈ ગયું છે તેને પછી બીજી વિપત્તિઓની પ્રાપ્તિ થવી સુલભ છે અર્થાત્ તેને અનેક પ્રકારની વિપત્તિઓ પ્રાપ્ત થાય છે. તે પરિણામની વિશુદ્ધિ પણ જે અતિ ઉત્કર્ષપણાને પામે તો તે મુક્તિપદની પ્રાપ્તિ માટે થાય છે; દેવગતિની પ્રાપ્તિ માટે થતી નથી. અહીં તેવી ઉત્કૃષ્ટ વિશુદ્ધિની અપેક્ષા ન હોવાથી તેની નિવૃત્તિ માટે કહ્યું છે કે-દેવાયુ કર્મબંધગ્ય હેતુવડે કરીને પચેંદ્રિયે જ દેવાયુ બાંધે છે, એકેંદ્રિયાદિ બાંધતા નથી. વળી પચેંદ્રિયમાં પણ મનુષ્ય ને તિર્યંચ જ દેવગતિમાં જાય છે, દેવ ને નારકોને દેવગતિગમનને પ્રતિષેધ છે. દેવો દેવાયુનો ક્ષય થયા પછી અનંતર ફરીને દેવ થતા નથી. નારક પણ નારક ભવથી અનંતર દેવ થતા નથી. આ હકીક્ત પ્રવચનનિપુણ મનવાળા સર્વે મનુષ્યની જાણીતી છે. ૧૫૭
તિર્યંચ મનુષ્યગતિ આશ્રી દેવગતિમાં પણ વિશેષ કહે છે–