________________
દેવાધિકાર.]
દ્વીપ-સમુદ્રોના નામનું વર્ણન. વિગેરે, જે વસ્ત્રોના નામો છેરેશમી વિગેરે, જે ગંધના નામો છે–કોષ્ટપુટ વિગેરે,
જે ઉત્પલના નામે છે–જળરૂહ, ચંદ્રોદ્યોત વિગેરે, તિલક વિગેરે જે વૃક્ષોના નામે છે, શતપત્ર, સહસ્ત્રપત્ર વિગેરે જે પદ્મના નામે છે, નવ નિધાનના જે નામે છે, ચાર રસ્તે જે ચક્રવતીને હોય છે તેના નામ છે, ક્ષુલ્લ હિમવંતાદિ વર્ષધર પર્વતના નામે છે, પદ્માદિ દ્રહોના નામ છે, ગંગા, સિધુ વિગેરે નદીએના નામે છે, કચ્છાદિ વિજયના નામે છે, માલ્યવંતાદિ વક્ષસ્કારના નામે છે, સૌધર્માદિ કપનાઇદ્રોના શકાદિ નામે છે, દેવકુરૂ, ઉત્તરકુરૂ તથા પાંચ મેરૂના નામે છે, શક્રાદિ સંબંધીના મેરૂપર્વતની સમીપે જે આવાસો છે તેના, ક્ષુદ્રહિમવંતાદિ પર્વતો પર જે કૂટો છે તેના, કૃત્તિકાદિ નક્ષત્રોના, ચંદ્ર-સૂર્યોના ઉપલક્ષણથી તે શિવાય બીજા જે જે શુભ નામો છે તે તે નામના ત્રિપ્રત્યવતાર દ્વીપસમુદ્રો જાણવા. તે આ પ્રમાણે-હારદ્વીપ, હારસમુદ્ર, હારવરિદ્વીપ, હારવરસમુદ્ર, હાવરાવિભાસદ્ધીપ, હારવરાવભાસસમુદ્ર-એમ ત્રિપ્રત્યવતાર નામે ત્યાં સુધી કહેવા કે થાવત્ દેવદ્વીપની અગાઉ સૂર્યવરાવભાસસમુદ્ર છે. શ્રી જીવાભિગમસૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે “અરૂણાદિ દ્વીપસમુદ્ર ત્રિપ્રત્યવતાર યાવત્ સૂર્યવરાવભાસ સમુદ્ર સુધી છે.” ત્યારપછી દેવીપ ને દેવસમુદ્ર, નાગદ્વીપ ને નાગસમુદ્ર, યક્ષદ્વીપ ને યક્ષસમુદ્ર, ભૂતદ્વીપ ને ભૂતસમુદ્ર અને છેલ્લે સ્વયંભૂરમણદીપ ને સ્વયંભૂરમણસમુદ્ર સમજે. એ પાંચ દેવાદિક દ્વીપ ને દેવાદિક સમુદ્ર એક રૂપવાળા જ છે, તેમાં ત્રિપ્રત્યવતારતા નથી. શ્રી જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે “દેવ, નાગ, યક્ષ, ભૂત ને સ્વયંભૂરમણું એકેક નામવાળા જ કહેવા, તેમાં ત્રિપ્રત્યવતાર નથી.”
મરજીથરથરે એમાં પ્રથમ વિભક્તિ છેતે પછી વિભક્તિના અર્થમાં જાણવી. પ્રાકૃતમાં એ પ્રમાણે વિભક્તિને વ્યત્યય થાય છે.
અહીં જંબદ્વીપ નામના અસંખ્યાતા દ્વિીપ જાણવા, લવણસમુદ્ર નામના અસંખ્યાતા સમુદ્રો જાણવા, એમ ત્યાં સુધી કે યાવત્ સૂર્ય વરાભાસ નામના અસંખ્યાતા દ્વીપ ને અસંખ્યાતા સમુદ્રો જાણવા. પ્રાંતે જે પાંચ દેવાદિક દ્વીપ ને, દેવાદિક સમુદ્રો કહ્યા છે તે નામના એકેક જ કોપને સમુદ્ર સમજવા. તે નામના બીજા દ્વીપ સમુદ્રો જાણવા નહીં. શ્રી જીવાભિગમમાં કહ્યું છે કે હે ભગવંત! જબૂદ્વીપ નામના કેટલા દ્વીપ સમજવા ?ઉત્તર-“હે ગૌતમ ! જંબુદ્વીપ, નામના અસંખ્યાતા દ્વીપ કહ્યા છે. એમ યાવત્ સૂરવરાવભાસ સમુદ્ર સુધી. અસંખ્યાતા સમજવા. ” “હે ભગવંત ! દેવદ્વીપ કેટલા છે?” “હે ગતમ! દેવદ્વીપ એક જ છે.” એમ દશે (પાંચ દ્વીપ ને પાંચ સમુદ્રો) એક નામવાળા જાણવા. ૯૩-૯૪.