________________
દેવાધિકાર.]
સૂર્યચંદ્રની મતાંતર પ્રમાણે સંખ્યા. (સુગમ હેવાથી ટીકા કરેલ નથી.)
હવે ઉપર જણાવેલ મત પ્રમાણે પ્રતિદ્વીપ ને પ્રતિસમુદ્રમાં ચંદ્ર-સૂર્યની સંખ્યાનું પરિમાણ જાણવા માટે કરણ કહે છે –
गच्छोत्तर संवग्गो, उत्तरहीणम्मि परिकवे आई। अंतिमधणमाइजुअं, गच्छद्धगुणं तु सव्वधणं ॥ ७९ ॥
અર્થ –જે દ્વીપ કે સમુદ્રમાં જેટલી પંક્તિઓ હોય ત્યાં સુધી ગ૭ એટલે જા, કારણ કે ઉત્તરોત્તર પંક્તિમાં ચાર ચાર વધારવાના છે પણ જેટલી પંક્તિ ગયો હો તેની સંખ્યાને ચારે ગુણ, ગુણુને છેલ્લા ચાર બાદ કર. પછી
જે સંખ્યા રહે તેને પ્રથમની સંખ્યામાં લેપન કર. એટલે છેલ્લી પંક્તિની સિંખ્યા આવશે. પછી તે અંતિમ ધનને પ્રથમની સંખ્યા યુકત કર અને જેટલી પંકિત ગયે હો તેના અર્ધવડે ગુણ-ગુણાકાર કર, એટલે તે દ્વીપ અથવા સમુદ્રના સૂર્ય ને ચંદ્રની સર્વ સંખ્યા આવશે. ૭૯
ટીકાર્થ –જે કીપે અથવા સમુદ્ર તે જેટલા લાખ જનના વિસ્તારવાળો હોય તેટલી સૂર્ય-ચંદ્રની પંકિત હોય ત્યાં સુધી જ અને જેટલી પંક્તિ જા તેની સંખ્યાને ચારવડે ગુણ અને છેલ્લા ચાર તેમાંથી બાદ કર. પછી જે સંખ્યા રહે તેને પ્રથમ પંકિતની સંખ્યામાં ક્ષેપન કર. એટલે છેલ્લી પંક્તિમાં કેટલા સૂર્ય—ચંદ્ર હોય તે સંખ્યા આવશે. પછી તે છેલ્લી સંખ્યાને પહેલી સંખ્યા યુકત કર. કરીને જેટલી પંક્તિ ગયે છે તેના અર્ધવડે તેને ગુણ ગુણાકાર કર. એટલે સર્વધન અર્થાત્ વિવક્ષિત દ્વીપ અથવા સમુદ્રમાં સર્વપંક્તિગત સૂર્ય–ચંદ્રનું પરિમાણ આવશે. તે કરી બતાવે છે–
પુષ્કરવરદ્વીપના ઉત્તરાર્ધમાં તેનું પરિમાણ આઠ લાખ જનનું હોવાથી આઠ પંકિતઓ હોય એટલે આઠને ગચ્છ કહેવાય. તેને દરેક પંક્તિમાં ચાર ચાર વધતા હોવાથી ચારે ગુણતાં ૩૨ આવે, તેમાંથી છેલ્લા ૪ બાદ કરીએ, એટલે બાકી ૨૮ રહે તે પ્રથમ પંકિતગત ૧૪૪ ની સંખ્યામાં ઉમેરીએ એટલે ૧૭૨ થાય. એટલા પુષ્કરવરદીપના ઉત્તરાર્ધમાં આઠમી પંકિતમાં સમુદિત ચંદ્ર ને સૂર્ય હોય. હવે તે ૧૭૨ ની સંખ્યાને પ્રથમની પંકિતગત ૧૪૪ ની સંખ્યા સંયુક્ત કરીએ એટલે ૩૧૬ થાય. તેને ગચ્છની આઠની સંખ્યાના અર્ધ ચારવડે ગુણીએ