________________
દેવાધિકાર. ] સધમ્શાન ને સનકુમાર સાહેબના વિમાનો. ત્રણે વૃત્ત વિમાનની આવળિ અને એક દક્ષિણ દિશાના ત્રણે જાતના વિમાનની આખી આવળિ, વિમાનંદ્રક તથા પૂર્વ તથા પશ્ચિમ દિશાની મળીને બે અર્ધ અર્ધ વ્યસ ને ચતુરસ્ત્રની આવળિ મેળવતાં એક આખી વ્યસની ને એક આવળિ ચતુરન્સની જાણવી. હવે એ પ્રમાણે કરતાં કેટલી સંખ્યા સાધર્મેદ્રની થાય છે તે જણાવે છે–
એક દિશાગત ૨૩૮ વૃત્ત વિમાને છે તેને ત્રણે ગુણી તેમાં ૧૩ વિમાનંદ્રક ભેળવતાં કુલ ૭૨૭ થાય. એટલા આવલિકા પ્રવિટ વૃત્તવિમાને તેના જાણવા. હવે એક દિશાગત યસ વિમાને ૨૪૭ છે તેને બે વડે ગુણતાં ૪૯૪ થાય ને એક દિશાગત ચતુરસ ર૪૩ છે તેને બેવડે ગુણતાં ૪૮૬ થાય. એટલા ચસ ને ચતુરસ શકેંદ્રના છે. ત્રણ જાતિના મળીને કુલ ૧૭૦૭ આવલિકાગત વિમાને શકેંદ્રના છે અને બાકી ૩૧૯૮૨૯૩ પુષ્પાવકીર્ણ તેના છે કુલ ૩૨ લાખ છે. - હવે ઈશાનેંદ્રના ગણાવે છે. ઉત્તરદિગુભાવી ૨૩૮ વૃત્તવિમાને છે તે અને વ્યસ આવલિકાગત ૨૪૭ છે તેને બમણુ કરતાં ૪૯૪ ને ચતુરન્સ આવલિકાગત ૨૪૩ છે તેને બેવડે ગુણતાં ૪૮૬ ત્રણે જાતિના મળીને કુલ ૧૨૧૮ આવલિકાગત વિમાને ઈશાનેંદ્રના છે. બાકી ૨૭૯૮૭૮૨ પુષ્પાવકીર્ણ વિમાને તેના છે. કુલ ૨૮ લાખ વિમાનના તે સ્વામી છે.
હવે સનસ્કુમાર ને માહેંદ્ર વલયમાં જે દક્ષિણ દિભાવી ત્રણે જાતિના વિમાનો છે તે અને ૧૨ વિમાનંદ્રક સનતકુમારેંદ્રના છે. પૂર્વ કે પશ્ચિમ દિશામાં જે વૃત્તવિમાને છે તે પણ તેના છે. ઉત્તર દિશાની આવળિના ત્રણે પ્રકારના માહેંદ્રના છે અને પૂર્વ પશ્ચિમ દિશામાં જે ચુસ ને ચતુરસ છે તેમાંથી અર્ધ સનકુમારેંદ્રના છે ને અર્ધ માહેંદ્રના છે. હવે એ પ્રમાણે ગણતાં સનકુમારેંદ્રના આવલિકાગત કેટલા વિમાને છે તે ગણાવે છે.–એક દિશાગત વૃત્તવિમાન ૧૭૦ તેને ત્રણવડે ગુણતાં ૫૧૦ તેમાં ૧૨ વિમાનેંદ્રિક મેળવતાં પ૨૨ વૃત્તવિમાન અને વ્યસ વિમાને એક આવલિકામાં ૧૭૮ છે તેને બેવડે ગુણતાં ૩૫૬ તથા ચતુરસ વિમાને એક આવલિકામાં ૧૭ છે તેને બે વડે ગુણતાં ૩૪૮ એ ત્રણે રાશિના મળીને કુલ ૧૨૨૬ આવલિકાગત વિમાને સનસ્કુમારેંદ્રના છે. અને બાકી ૧૧૯૮૭૮૪ પુષ્પાવકીર્ણ વિમાને મળી કુલ ૧૨ લાખ વિમાને છે
હવે માહેંદ્રના વિમાનની સંખ્યા કહે છે. ઉત્તર દિભાવી આવળિમાં વૃત્તવિમાને ૧૭૦ છે તે તથા વ્યસ વિમાને એક આવળિ ૧૭૮ છે તેને બે વર્ડ ગુણતાં ૩૫૬ અને ચતુરસ વિમાનો એક આવળિમાં ૧૭૪ છે તેને બેવડે ગુણતાં