________________
દશ પ્રકારના દેવેનું સ્વરૂપ. બધા એકાWવાચક શબ્દો છે. અહીં સ્થિતિવિશેષ ઇંદ્ર, સામાનિક, ત્રાયશિાદિ વ્યવસ્થારૂપ સમજવો. તેવા સ્થિતિવિશેષરૂપ કલ્પને જે પામેલા છે તેને કોપપન્ન કહીએ. તે સૌધર્માદિથી અશ્રુત પર્યત બાર દેવલોકને વિષે વસનારા દેવ સમજવા. તેમાં ઈદ્ર, સામાનિક, ત્રાયશ્ચિશાદિ વ્યવસ્થા છે. જેઓ ઉપર કહ્યા પ્રમાણે ક૫થી અતીત છે-કલ્પ રહિત છે તેને કપાતીત કહીએ. તે શૈવેયકને અનુત્તર વિમાનવાસી દેવે સમજવા; કારણ કે તેમાં ઈંદ્રાદિકની વ્યવસ્થા નથી. તેઓ બધા અહમિદ્ર છે. તત્વાર્થભાષ્યકાર કહે છે કે-“બાર દેવલોક પછી ઇંદ્રાદિક દશ પ્રકારના દેવા નથી. ત્યાં સર્વ દેવે સ્વતંત્ર જ છે.” અહીં ભવનવાસી નિકાયમાં તથા વૈમાનિક નિકાયમાં દરેકમાં ઈંદ્રાદિકના ભેદથી દશ પ્રકારના દે છે તે આ પ્રમાણે-ઈન્દ્ર ૧, સામાનિક ૨, ત્રાયશ્ચિશક ૩, પાર્ષઘ (ત્રણ પર્ષદાના દે) ૪, આત્મરક્ષક ૫, કપાળ ૬, અનીકાધિપતિ ૭, પ્રકીર્ણક ૮, આભિગિક ૯, અને કિલ્વિષિક ૧૦. હવે એ દશે પ્રકારની વ્યાખ્યા કહે છે.
“ ના” એટલે પરમ આજ્ઞારૂપ ઐશ્વર્યને અનુભવે તેને ઇન્દ્ર એટલે અધિપતિ કહીએ ૧. કાંતિ અને વિભાવાદિકમાં ઇંદ્રની સરખા જે હોય તેને સામાનિક કહીએ. ઇંદ્રત્વ વિનાના અને ઈંદ્રસમાન વૃતિવિભવવાળા, ઈદ્રને અમાત્ય, પિતા, ગુરૂ, ઉપાધ્યાય અને મહત્તરની જેવા પૂજનીય છતાં પણ જે ઇંદ્રને સ્વામીપણે સ્વીકારે છે તે ૨. તેત્રીશની સંખ્યાવાળા તે જ ત્રાયસિંશ કહીએ. તે ત્રાયશ્ચિશે ઇંદ્રને મંત્રી કે પુરોહિતને સ્થાને ગણવા ચોગ્ય છે. જેમ આ જગતમાં આખા રાજ્યની ચિંતાને ધરાવનારા તે મંત્રી કહેવાય છે અને શાંતિક પિષ્ટિકાદિ કર્મને કરાવનારા તે પુરોહિત કહેવાય છે તે જ પ્રમાણે તેઓ પણ જાણવા. ૩. પર્ષદામાં બેસનારા તે પાષધ કહીએ. તેઓ ઇંદ્રના મિત્રસ્થાનીય એટલે મિત્ર સદશ હોય. છે ૪. ઇંદ્રના આત્માની રક્ષા કરે તે આત્મરક્ષક કહીએ, તે અંગરક્ષક સ્થાનીય સમજવા. કહ્યું છે કે:-“તે આત્મરક્ષક દેવ ધનુષ્યાદિ શસ્ત્રોને ગ્રહણ કરીને નિરંતર ઈંદ્રના પ્રાણરક્ષણમાં પરાયણ હોય છે.” અહીં કેઈ શંકા કરે છે કે-ઇંદ્રને અપાયનેકષ્ટને અભાવ હોય છે તેથી તે દેવેનું તેવી રીતે શસ્ત્રો ગ્રહણ કરવાપૂર્વક ઉભા રહેવું તે નિરર્થક છે.” તેના જવાબમાં કહે છે કે તેવી રીતે તૈયાર રહેવું તે સ્થિતિ માત્ર પરિપાલનના હેતુથી તેમજ પ્રીતિના પ્રકર્ષપણાના હેતુથી નિરર્થક નથી.” કઈ કહેશે કે “પ્રીતિપ્રકર્ષ હેતુતા શી રીતે ?” તેને ઉત્તર આપે છે કે-ઈદ્ર સભામાં બેઠેલા હોય તે ત્યાં અથવા ઈન્દ્ર જ્યાં હોય ત્યાં તેની ફરતા સર્વ દિશામાં બાણથી ભરેલા ભાથાને ધારણ કરનારા અને સારી રીતે બાંધેલા સુભચિત સુંદર પરિકરવાળા,