________________
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. અહિં છે કે કાયા અને મનવડે અભીષ્ટદેવને નમસ્કાર કરવાથી સમસ્ત વિઘસમૂહની ઉપશાંતિ થવાનો સંભવ છે તેથી કરવા ધારેલા પ્રકરણની પરિસમાપ્તિ થઈ શકે છે, તથાપિ સર્વે સાંભળનારાઓ તેમજ આ પ્રકરણને ભણુનારાઓ, સમસ્ત વિશ્નસમૂહની ઉપશાંતિ નિમિત્તે અભીષ્ટદેવતાની સ્તવના વચન દ્વારા કથન–પૂર્વક શરૂઆત કરવાથી આ પ્રકરણમાં નિશ્ચ પ્રવૃત્તિ કરે, તેટલા માટે તેમ જ શ્રોતાઓને ઈષ્ટદેવતાની સ્તવનાની બુદ્ધિ-વિચારણા થાય તે માટે આદિમાં ઈષ્ટદેવની સ્તવના (મંગળ) કરવામાં આવેલ છે.
તથા જે કોઈ પ્રકરણ અથવા શાસ્ત્ર રચવાની બુદ્ધિમાને ઈચ્છા કરે તેમણે અવશ્ય આદિમાં અન્ય બુદ્ધિમાની પ્રવૃત્તિ થવા માટે અભિધેય પણ કહેવું જોઈએ; કેમકે અભિધેય કહ્યા વિના–આ શાસ્ત્ર અથવા પ્રકરણનું પ્રતિપાદ શું છે તે જાણ્યા વિના બુદ્ધિમાને પ્રવૃત્તિ કરે નહીં. કહ્યું છે કે શાસ્ત્રની આદિમાં પુરૂષાર્થને ઉપકારક એવા અભિધેયને સાંભળીને તેની જિજ્ઞાસા વિગેરેથી પ્રેરાયેલા મનુષ્યો તેના શ્રવણાદિકમાં પ્રવર્તે છે. અભિધેયને સાંભળ્યા વિના અથવા વિપરીત અભિધેય સાંભળીને વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારાઓ કાગડાના દાંતની પરીક્ષા કરવામાં જેમ સુજ્ઞજન પ્રવર્તે નહિ તેમ પ્રવર્તતા નથી. ૧-૨
તથા અભિધેય કહ્યા છતાં પ્રજન જાણ્યા કે સાંભળ્યા વિના બુદ્ધિમાનો ગ્રંથ કે પ્રકરણમાં આદર કરતા નથી. કેમકે પ્રયજન જાણ્યા વિના તેમાં પ્રવૃત્તિ થવાનો સંભવ છે, અન્યથા (પ્રજન જાણ્યા વિના) પ્રવૃત્તિ કરે તો તેમના પ્રેક્ષાકારીપણાની ક્ષતિ થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે “કરવા યોગ્ય અને સાંભળવાયેગ્ય, વિવિધ પ્રકારના તેમ જ સ્વલ્પ એવા કાર્યમાં પણ પ્રયત્ન જનના ઉદ્દેશ વિના મૂખ પણ પ્રવૃત્તિ કરતો નથી.” તેટલા માટે પ્રકરણ કરવાના અને તેના શ્રવણના પ્રયાસની નિષ્ફળતાની આશંકા દૂર કરવા સારૂ પ્રકરણની આદિમાં પ્રયોજન પણ કહેવું જોઈએ.
તથા પ્રજન કહ્યા છતાં પણ કરવા માંડેલા પ્રકરણની પરંપરાએ સર્વજ્ઞમૂળતા જાણ્યા વિના અતીન્દ્રિયાર્થને કહેનારા પ્રકરણાદિકમાં બુદ્ધિમાને પ્રવૃત્તિ કરતા નથી, તેથી તેમને પ્રકરણની પ્રવૃત્તિમાં આદર ઉત્પન્ન કરવા સારૂ પરંપરાએ સર્વવિભૂળતા જણાવવા આદિમાં ગુરૂપર્વક્રમ લક્ષણ સંબંધ પણ કહે જોઈએ. કહ્યું છે કે-“શાસ્ત્રને સંબંધ સાંભળીને શ્રેતાને આદર ઉત્પન્ન થાય છે તેથી શાસ્ત્રની આદિમાં અનેક પ્રકારનો સંબંધ કહે.” આ પ્રમાણે વિચારીને બુદ્ધિમાનની આ ગ્રંથમાં પ્રવૃત્તિ કરાવવા માટે અભિધેયાદિક કહેવાને ઇચ્છતા આચાર્ય પ્રથમ નીચે પ્રમાણે ત્રણ ગાથાઓ કહે છે –