________________
wવનાશેઠનું સૌભાગ્ય
આવતા મુનિ સતીના શબ્દો સાંભળીને થંભી ગયા. સુલસા ફરીથી બોલી “પ્રભુ! રસોઈ તૈયાર છે” મુનિ તો અબોલ જ ઊભા રહ્યા. સતીને આશ્ચર્ય થયું. થોડીવાર વિચાર કરીને મુનિ બેલ્યા “ મારે આહારને ખપ નથી” ત્યારે? આશ્ચર્ય સહ સતીએ પ્રશ્ન કર્યો.
“મારે એક વસ્તુ જોઈએ છે. તમારા સિવાય બીજે ક્યાંય મળે તેમ નથી.”
“આપને શું જોઈએ છે?
મારે લક્ષ પાક તેલ જોઈએ છે. મારી સાથે બીજા કેટલાક મુનિરાજે છે. સર્વ બિમાર છે. કેટલેક સ્થળે તપાસ કરતાં મને જાણવા મળ્યું કે, તમારા સિવાય તે કોઈને ત્યાં નથી.
સલમાને ત્યાં ત્રણ ઘડા ભરીને લક્ષપાક તેલ હતું. તેના પતિએ મહા મુશીબતે તે પ્રાપ્ત કરીને સાચવી રાખ્યું હતું.
* મારાં એવાં અહોભાગ્ય કયથી કે આપ જેવા મુનિરાજ ના ખપમાં તે આવે ! સુરસા બોલી. તેને લક્ષપાક તેલની કિંમત વહોરાવાનાં કાર્ય કરતાં ઓછી લાગી.
“મારી પાસે તે છે. અંદરથી લાવીને આપું છું. સતી અંદર ગઈ. થોડી જ વારમાં એક ઘડો લઈને તેને પાછી આવતી મુનિરાજે જોઈ. જેવી તે અંદરના ખંડમાંથી બહાર પગ મૂકવા જાય છે કે તરત જ તેના પગને ઠોકર વાગી. અચાનક દેહનું સમતોલપણું ગુમાવતા તેના હાથમાંથી તેલનો ઘડો પડી ગયો. ઘડો પડી જવા છતાં તેના ચહેરા પરની રેખાઓમાં બીલકુલ ફેરફાર થયો નહિ. મુનિરાજ આશ્ચર્ય પામ્યા.
ફરીથી સતી બીજે ઘડો લાવવા માટે અંદરના ખંડમાં ગઈ બીજો લઇને તે જેવી તે ખંડ બહાર આવી, તેજ તેનો પગ પહેલા કુટેલા ઘડામાંથી ઢળેલા તેલમાં પડ, તેલમાં પડવાથી પગ લપસ્યા