________________
અષ્ટક પ્રકરણ
- ૧-મહાદેવ અષ્ટક
નથી. અન્યથા મૃગતૃષ્ણાના (મૃગજળના) સમૂહનું ચુંબન કરનાર પાણીને (=મૃગતૃષ્ણાના કારણે દેખાતા પાણીને) જણાવનાર પ્રત્યક્ષ પ્રમાણ અસત્ય જોયું, એથી સઘળા પ્રત્યક્ષોની અપ્રમાણિકતાનો પ્રસંગ આવે. સઘળા પ્રત્યક્ષો અપ્રમાણ બને તો અનુમાન પણ પ્રમાણરૂપ ન થાય. કારણ કે અનુમાન પ્રત્યક્ષપૂર્વક હોય છે. (જેમકે જ્યાં
જ્યાં ધૂમાડો દેખાય છે ત્યાં ત્યાં અગ્નિ અવશ્ય હોય છે એમ અનેકવાર પ્રત્યક્ષ જોયું હોય છે. એથી ધૂમાડો જોઇને અગ્નિનું અનુમાન કરવામાં આવે છે.) એમ થાય તો પ્રત્યક્ષ અને અનુમાન એમ બે જ પ્રમાણ છે, એવા વચનનો વ્યાઘાત થાય (=એવું વચન ખોટું ઠરે). આગમને પ્રામાણિક કહેનારાઓએ કહ્યું છે કે-“ઇંદ્રિયોથી ન જાણી શકાય તેવા વર્ગ વગેરેને જાણવામાં વચન (ત્રશાસ્ત્ર) જ પ્રમાણ છે. કારણ કે તે પદાર્થો અન્ય પ્રમાણના વિષય બનતા નથી, અર્થાત્ આગમ સિવાય અન્ય પ્રત્યક્ષાદિ પ્રમાણથી જાણી શકાતા નથી. વળી ઉપાયને જાણનારા પુરુષો આગમમાં જે કહ્યું હોય તેનું જ સમર્થન કરે છે. અપૂર્વનો (આગમમાં જે ન હોય તેનો) ઉપદેશ આપતા નથી.”
ત્રિકોટિ દોષથી રહિત” એમ કહીને જે શાસ્ત્ર પરીક્ષામાં સમર્થ થતું નથી તે શાસ્ત્ર મોક્ષમાર્ગરૂપ નથી એમ કહ્યું છે. પરીક્ષામાં સમર્થ ન હોય તેવા પણ ધર્મશાસ્ત્રને કેટલાકોએ સ્વીકાર્યું છે. કહ્યું છે કે-“પુરાણ, મનુએ કહેલો ધર્મ, અંગોથી સહિત વેદ અને ચિકિત્સા શાસ્ત્ર આ ચાર આજ્ઞાથી જ સિદ્ધ થયેલા છે. હેતુઓથી એમનો વિનાશ ન કરવો, અર્થાત્ યુક્તિઓથી તેમને અપ્રમાણ ન ઠરાવવા.”
આ વિષયમાં બીજાઓ આ પ્રમાણે કહે છે – “આ વિષે કંઇક કહેવા જેવું છે. તેના વડે આ વિચારાનું નથી કે, જો સુવર્ણ નિર્દોષ છે, તો શું પરીક્ષાથી ગભરાય? અર્થાતુ ન ગભરાય” વિશ્વાસ કરવા યોગ્ય ઉપદેશકો આપ્ત વચનનો જ અનુવાદ કરે છે=આપ્ત વચનને કહે છે. તે આ પ્રમાણે-જેવી રીતે પંડિતો કષછેદ-તાપથી પરીક્ષા કરીને સુવર્ણને લે છે તે રીતે હે ભિક્ષુઓ ! મારું વચન પરીક્ષા કરીને લેવું=માનવું, નહિ કે ગૌરવથી ગુરુનું વચન છે તેથી.
કષ વગેરેનું સ્વરૂપ શાસ્ત્રમાં જણાવેલ કષ વગેરે પરીક્ષાનું સ્વરૂપ આ છે- વિધિ અને પ્રતિષેધ કષ છે. કહ્યું છે કેશાસ્ત્રમાં સર્વ લોકોને સંમત એવી હિંસા આદિનો નિષેધ કરવામાં આવ્યો હોય, તથા ધ્યાન અને શાસ્ત્રાધ્યયન વગેરેનું વિધાન કરવામાં આવ્યું હોય એ ધર્મકષ છે. (=ધર્મશુદ્ધિની પરીક્ષા માટે કષ છે.) જે શાસ્ત્રમાં ઉક્ત રીતે વિધિ-નિષેધનું વર્ણન હોય તે શાસ્ત્ર કષથી (=કસોટીથી) શુદ્ધ છે.” (પંચ વસ્તુક ગાથા ૧૦૨૧)
વિધિ-નિષેધમાં બાધક ન બને અને સારી રીતે તેનું (=વિધિ-નિષેધનું) પાલન કરવાના ઉપાયરૂપ હોય તેવાં અનુષ્ઠાનોનો ઉપદેશ એ છેદ છે. કહ્યું છે કે “વિધિ-નિષેધને બાધ ન જ આવે અને નિરતિચારપણે વિધિ-નિષેધનું પાલન થઇ શકે તેવાં બાહા અનુષ્ઠાનોનો ઉપદેશ એ ધર્મમાં છેદ છે=ધર્મશુદ્ધિની પરીક્ષા માટે છેદ છે. જે શાસ્ત્રમાં આવાં અનુષ્ઠાનોનું વર્ણન હોય તે શાસ્ત્ર છેદથી શુદ્ધ છે.” (પંચવસ્તુક ગાથા-૧૦૨૨)
બંધ-મોક્ષ વગેરેની સત્તાનું કારણ (=બંધ-મોક્ષ વગેરે ઘટી શકે તેવા) જીવાદિ પદાર્થોનું કથન એ તાપ છે. કહ્યું છે કે-“બંધ-મોક્ષ વગેરે ઘટી શકે તેવા જીવાદિ પદાર્થોનો ઉપદેશ એ તાપ છે. પદાર્થોનું આવું ૧. તાશેઃ એ અર્થમાં તદ્ધિત પ્રત્યયથી ગૌરવ શબ્દ બન્યો છે.