________________
जीवा ऽजीवा पुण्णं,
पावासव संवरो य णिज्जरणा । बंधो मुक्खो य तहा,
णब तत्ता हुंत्ति णायव्वा ॥१॥ શ્રીવીતરાગ દેવે ત્રણ ગઢને વિષે બેસીને બાર પર્ષદામાં એ રીતે ઉપદેશ કહ્યો કે –
જીવાદિક નવ તત્ત્વને જે નિપુણ બુદ્ધિએ કરી જાણે તેને જ્ઞાની કહીયે,
અંતરંગ સહે, તેને સમકિતી કહીયે,
“અgaો સદઉં” એ શ્રીઅનુગદ્વાર સૂત્રનું વચન છે,
વલી કહ્યું છે કે પદ-અક્ષરમાત્રા સહિત શુદ્ધ સિદ્ધાંત વાંચતાં પૂછતાં અર્થ કરે છે, ગુરૂમુખે સહે, તે પણ શુદ્ધ નિશ્ચયનયની આત્મ સત્તા એલખ્યા વિના સર્વ દ્રવ્ય નિક્ષેપે છે,
કેમકે ભાવ વિના માત્ર એકલું દ્રવ્ય છે તે પુણ્યબંધનું કારણ છે, પરંતુ મોક્ષનું કારણ નથી. એટલે જે કરણરૂપ કષ્ટ તપસ્યા કરે છે, પરંતુ જીવ-અજીવની સત્તા લખી નથી, તેને ભગવતીસૂત્રમાં અવતી--અપચ્ચક્ખાણ કહ્યા છે,
તથા જે જ્ઞાનીની આજ્ઞાથી નિરપેક્ષ રહી સ્વછંદપણે એકલી બાહ્ય કરણી કરે છે અને પિતાને સાધુ કહેવરાવે છે તે મૃષાવાદી છે “મુળી રાખવાના ઇતિ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે.