________________
૨૯૮
૪૪ર-જિનદાસઃ--વ્યવહારનયને મતે આકાશાસ્તિકાયનું સ્વરૂપ કેમ જાણીયે ?
શ્રાવક પુત્ર:––એ નયના મતવાળા જેવો ઉપરથી દેખે, તેવો ભેદ વહેંચે, માટે વ્યવહારનયને મતે સ્કંધ, દેશ, પ્રદેશરૂપ આકાશાસ્તિકાય જાણવો.
૪૪૩-જિનદાસ--ઋજીસૂત્રનયને મતે આકાશાસ્તિકાયનું સ્વરૂપ કેમ જાણીયે ?
શ્રાવકપુત્ર:--એ નયના મતવાળા પારિણામિક ભાવ હે છે, માટે ભાવથકી આકાશાસ્તિકાય અનેક જીવ પુદૂગલને અવગાહનારૂપ ભાવપણે પરિણમે છે.
એ રીતે આકાશાસ્તિકાયમાં ચાર નય જાણવા. ૨૪૪-જિનદાસઃ નૈગમનયને મતે કાલૂદ્રવ્યનું સ્વરૂપ કેમ જાણીયે ?
શ્રાવકપુન્નઃ—-નૈગમનયને મતે કાલ એવું નામ કહીયે. કેમકે નૈગમનયના મતવાળા ત્રણે કાલ વસ્તુને એક રૂપપણે માને છે, એટલે અતીતકાલે કાલ એવું નામ હતું, તથા અનાગતકાલે પણુ કાલ એવું નામ રહેશે અને વર્તમાન કાલે કાલ એવું નામ વર્તે છે.
૪૪૫–જિનદાસ:—સંગ્રહનયને મતે કાલ દ્રવ્યનું સ્વરૂપ કેમ જાણીયે ?
શ્રાવકૅપુત્ર:—એ નયના મતવાળા સત્તાને ગ્રહે છે, તે માટે સંગ્રહનયને મતે કાલના એક સમય, સત્તારૂપ સદાકાલ લેાકમાં શાશ્વતા વતે છે.