________________
૧૪૪
૧૮૮ શિષ્યએ નવ તત્વને સાત નયે કરી જીવનું ગુણીપણું કેમ જાણું?
ગુર–-એ નવ તત્વમાંથી એક જીવતત્વને ગુણી કહીયે.
કારણ કે નૈગમ અને સંગ્રહનયને મતે પરિણામિક ભાવે કરી સર્વજીવ પિતાના સ્વભાવે કરી સર્વ જીવ, પિતાના સ્વભાવરૂપ ગુણમાં રહ્યા વતે છે, માટે એ બને નયને મતે સર્વ જીવ સત્તામાં એક સમાન છે, તેથી એક ભેદે કહીયે.
- તેમ વ્યવહારનયને મતે જીવના ચૌદ ભેદ, બત્રીશ ભેદ, તથા પાંચસે ને ત્રેસઠ ભેદપણે સર્વે કર્મરૂપ જડની સાથે અનંત કાળ ભેળા રહ્યા, માટે જડરૂપપણે કરી જડ કહેવાણુ. ' વળી જુસૂત્રનયને મતે અંતરંગ પરિણામની ચીકાશે શુભાશુભ કામના હેતુએ જીવ, પુણ્ય-પાપ, અજીવરૂ૫ આશ્રવમાં બંધાણે, તેણે કરી ચાર ગતિરૂપ સંસારમાં પડે, માટે સંસારી કહેવાશે. - તેમજ શબ્દ અને સમધિરૂઢનયને મતે સંવરનિજ રારૂપપણે કરી ઘાતકર્મ ક્ષય કર્યા, તે વારે તેરમે ગુણઠાણે કેવલી કહેવાણે.
તથા એવભૂતનયને મતે કર્મ ક્ષય કરી એક્ષપણું પામી લેકને અંતે વિરાજમાન વર્યો. તે વારે સિદ્ધ કહેવાશે.