________________
પ૨૮
એ ભવ્યના ત્રણ ભેદ કહ્યા. હવે બીજા અભવ્યજીવના લક્ષણ કહે છે.
જેમ વધ્યા સ્ત્રીને ઘણા કાલ પર્યત ભરતારને પગ મલે, તથા અનેક ઉપાય કરે, તે પણ પુત્રરૂપ ફલની પ્રાપ્તિ ન થાય, તેની પેરે અભવ્યને જીવ પણ વ્યવહારથી ચારિત્રની ક્રિયા આદરે, નવમા વૈવેયક પર્યત જાય, પરંતુ સિદિધરૂપ મોક્ષફલ પામે નહિ. હવે ત્રીજે ભવ્યાભવ્યના લક્ષણ કહે છે –
જેમ કેઈક બાલવિધવા સ્ત્રી હોય, તેને પુત્ર થવાની શક્તિ છે, પરંતુ ભરતારના યેગને અભાવે પુત્રરૂપ ફલ પામે નહિ, તેમ કેટલાએક જાતે ભવ્ય જીવ તે છે. પરંતુ કર્મની વિશેષ નિબિડતાને યેગે કરી અવ્યવહાર રાશિમાંથી નીકલીને વ્યવહાર રાશિમાં ઉંચા જ નહિ આવી શકે, તેથી સામગ્રીને અભાવે મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ પણ ન પામે,
તથા વલી ત્રણ પ્રકારના જીવ કહે છે.
એક ભવાભિનંદી તે મિથ્યાદષ્ટિ જીવ જાણવા. બીજા પુદગલાભિનંદી તે ચેથા-પાંચમા ગુણઠાણાવાળા સમ્યગુદષ્ટિ જીવ જાણવા. ત્રીજા આત્માનંદી તે સાધુ મુનિરાજ જાણવા.
તથા વલી સંસારીજીવ ચાર પ્રકારના કહ્યા છે- એક સઘન રાત્રિ સમાન તે ભવાભિનંદી મિથ્યાત્વ ગુઠાણુવતી જીવ જાણવા. જેમાં કેઈ અજવાનું નહિ.