________________
૫
એટલે એમને દ્રવ્યથી મોક્ષપદ કહીયે. એ નવમું મોક્ષતત્ત્વ થયું. એ રીતે નવ તત્વ પામી
તથા એવભૂતનયને મતે સિદ્ધને ભાવજીવ કહીયે, તેમાં ત્રણ તત્ત્વ પામીયે, તે આવી રીતે –
એક તે સિદ્ધને જીવ પિતે જીવતત્વ છે, તથા યથાખ્યાત ચરિત્રરૂપ ગુણે કરી પોતાના સ્વરૂપમાં રમણ કરે છે તે બીજું સંવરત કહીયે. અને ભાવમક્ષપદ પામ્યા છે, તે ત્રીજું મોક્ષતત્વ કહીયે. એમ એવભૂતનયને મતે સિદ્ધભાવજીવમાં ત્રણ તત્ત્વ પામીયે, એ પરમાર્થ.
૨૩ શિષ્ય –નવતત્વ મહિલા મિથ્યાત્વી જીવમાં કેટલા તત્વ પામીયે?
ગુરૂ-મિથ્યાત્વીને દ્રવ્યજીવ કહીયે. તેમાં આગળ કહ્યાં તે રીતે છ તત્વ પામીયે.
- ૨૪ શિષ્યા-નવતત્વ માંહેલા સમકિતી જીવમાં કેટલાં તત્વ પામીએ? - ગુરૂ –સમકિતી જીવમાં આઠ તત્વ પામીયે, નવ તત્વ પણ પામીયે, અને ત્રણ તત્વ પણ પામીયે. તેમાં આઠ તત્વ આવી રીતે –શબ્દનયને મતે સ્વ-પરની વહેચણ કરી સત્તાગતના ઉપગમાં જેને ભાવ વતે છે, તેને સમકિતી જીવ કહીયે. તેમાં આગળ ભાવજીવમાં કહ્યા, તે જ રીતે આઠ તતવ પામીયે.