________________
ર૪૯ ગુરૂ–જે વારે કાળલબ્ધિ પાકશે, તે વારે જીવને મોક્ષરૂપ કાર્ય નિપજશે, પણ કાળ પાયા વિના કેઈજીવ મેક્ષે જાય નહિ. એટલે કાળ સર્વનું કારણ છે, જે કાળે જે કાર્ય થનાર હોય તે કાળે તે કાર્ય તે વેળાએ નિપજે.
૩૭૫-શિષ્ય –અભવ્ય જીવને તે કાલ ઘણે ગયે. તે પણ કેમ મેક્ષ રૂપ કાર્ય સિદ્ધ ન થયું ?
ગુરૂ –અભવ્યમાં દ્રવ્ય સ્વભાવ નહિ, ભવ્ય સ્વભાવ હોય તે, સિદ્ધરૂપ કાર્ય નિપજે. -
૩૭૬-શિષ્ય –તે ભવ્યજીવ સર્વે મેક્ષે કેમ જાય નહિ?
ગુરૂ –નિશ્ચય સમકિત ગુણરૂપ કારણ મળ્યા વિના કેઈ જીવ, મોક્ષ પામે નહિ.
૩૭૭-શિષ્ય નિશ્ચય સમકિતરૂપ કારણ તે શ્રેણિકાદિક પામ્યા હતા, તે પણ તેઓને મોક્ષરૂપ કાર્ય કેમ ન થયું ?
ગુરૂ – તેને પૂર્વકૃત કમ ઘણા હતા અથવા પુરૂ કાકાર ઉદ્યમ ન કર્યો.
૩૭૮-શિષ્ય –ઉધમ તે શાલિભદ્ર પ્રમુખે ઘણે કર્યો, પણ મેક્ષરૂપ કાર્ય તે ન નિપજ્યુ ?
ગુરૂ –એને પૂર્વકૃત કર્મ ઘણા હતા, તેણે રોકી રાખ્યા.