________________
૧૭૯ ૨૩૪ શિષ્યઃ–પહેલા જીવ જે હિંસા કરતા નથી અને હિંસાના ફળ ભેગવે છે, તે કયા જીવ જાણવા? અને તેમાં ગુણઠાણા કેટલા પામીયે? તથા તેમાં સાત નય માંહેલા કેટલા નય પામીયે? તથા તેમાં નવ તત્તવમાંથી કેટલા તત્ત્વ પામીયે ? તથા તેના ચાર નિક્ષેપા કેમ જાણ? એ ચાર પ્રશ્નોની પૃચ્છા છે. - ગુરૂ –સમુદ્રને વિષે હજાર–હજારજનના શરીરવાળા મેટા મત્સ્ય છે, તેની આંખની પાંપણમાં તંદુલીયે મસ્ય ગર્ભજ પર્યાપ્ત ઉપજે છે, તેનું આયુષ્ય એક અંતર્મુહૂર્તનું હોય છે, તથાપિ એટલા આયુષ્યમાં તે એવું ચિંતવન કરે છે, જે આ મત્સ્યના મુખમાંહે ક્રોડગમે જીવ આવે છે અને જાય છે, પણ હું જે એટલું મોટું શરીર પામે હેત તે એક પણ જીવને જીવતે જવા દેતા નહિ! એ રીતે યદ્યપિ એ મત્સ્ય વ્યવહારનયને મતે એક જીવને પણ હણ નથી, તથાપિ ત્રાજુસૂત્રનયને મતે જીવહિંસારૂપ અશુભ પરિણામે કરી પાપ બાંધી મરીને સાતમી નરકે જાય છે,
એ જીવ મિથ્યાત્વી જાણવા. એનું ગુણઠાણું પહેલું જાણવું. તથા એ જીવમાં નવતત્વ માંહેલા છ તત્વ પામીયે.
હવે એ મિથ્યાત્વી જીવમાં ચાર નિક્ષેપ આવી રીતે લગાડવા. પ્રથમ તે જેનું મિથ્યાત્વ એવું નામ હોય તે નામમિથ્યાત્વી કહે.
અને બીજે સ્થાપનામિથ્યાત્વી તે મિથ્યાત્વ એવા અક્ષર લખી સ્થાપવા અથવા મૂર્તિ સ્થાપવી.