________________
થુિં મિથુન, તે વિષય સુખની વાંછારૂપ પરિણામ
પાંચમું પરિગ્રહ, તે નવ પ્રકારે બાહ્ય અને ચૌદ પ્રકારે અત્યંતરરૂપ પરિગ્રહની વાંછા.
છઠ્ઠ ક્રોધ, તે કઈ અવની ઉપર આકરા તીવ્ર પરિણામે ક્રોધ કરે.
સાતમું માન, તે આઠ પ્રકારે મદ કરે.
આઠમું માયા તે કપટે કરી લેકને દેખાડવારૂપ ધર્મ કરણ કરવી.
નવમું લેભ, તે ધન, શરીર, કુટુંબ પરિવારરૂપ સંપદા એકઠી કરવાની રખવાલવાની ઘણી વાંછા.
દશમું રાગ, તે પિદુગલિક પરવસ્તુ વર્ણાદિ ઉપર રાગ ધર.
અગીયારમું દ્વેષ, તે પિતાને અણગમતી વસ્તુ ઉપર અરૂચિભાવ.
બારમું કલેશ, તે દરેક કોઈ કારણે કલેશ કરવાની રૂચિ.
તેરમું અભ્યાખ્યાન, તે અણદીઠું, અણસાંભળ્યું પરજીવને આળ દેવું.
ચૌદમું પૈશુન્ય, તે પારકી ચાડી કરવી.
પંદરમું રતિ-અરતિ તે સુખ-દુખ આવ્યું હર્ષ -શેક કર.