________________
૩૮૭
તથા કાલદ્રવ્ય પણ નિશ્ચયન કરી પોતાના સ્વરૂપ માં જ પરિણમે છે, પણ બીજા પાંચ દ્રવ્યમાં પરિણમતું નથી,
તથા જીવદ્રવ્ય પણ સંગ્રહનયને મતે નિશ્ચયન કરી પરિણામિક ભાવે પોતાના સ્વરૂપમાં પરિણમી રહ્યું છે, પણ બીજા પાંચ દ્રવ્યમાં નથી પરિણમતું, કેમકે જે નિશ્ચય ન કરી જીવ પર પુદ્ગલ દ્રવ્યમાં પરિણમે તે કેઈ કાલે પણ કર્મ થકી રહિત ન્યારે થઈ સિદ્ધિને ન પામે, માટે નિશ્ચયનયે કરી જીવ પિતાના સ્વરૂપમાં પરિણમે છે.
- અને વ્યવહાર કરી જીવ, નાટકીયા, બજાણીયા, ભવાઈયાની પેરે અનેક પ્રકારે એકેદ્રિય, બે ઇંદ્રિય. તે ઇન્દ્રિય, ચૌરિદ્રિય, પંચેંદ્રિય, પર્યત દેવતા, નારકી, મનુષ્ય અને તિય ચરૂપ નવા નવા વેશ પહેરી, નવા નવા રૂપ કરી, નવા નવા નામ ધરાવી ચાર ગતિરૂપ સંસારમાં ચોરાશી લાખ ચઉટામાં ભમતે ફરે છે. એક વેશ ઉતારે છે, એક વેષ પહેરે છે, એ રીતે જીવ અનેક પ્રકારે સંસારમાં નાટક કરે છે, તે સર્વ વ્યવહાર કરી જાણ. પરંતુ નિશ્ચયનયે કરી તે જીવ શાશ્વત સત્તાએ સિદ્ધસમાન છે.
તથા પુદગલાસ્તિકાય દ્રવ્ય પણ નિશ્ચય ન કરી પરમાણુઓ સર્વ પિતે પિતાને સ્વભાવે રહ્યા છે અને વ્યવહારનયે કરી પુગલ પરમાણુઓ મળી સ્કંધ થાય છે, પરંતુ જે નિશ્ચયન કરી સકંધ થાતે હેત તે કેઈ કાલે એ સ્કંધ વિખરાઈ જાત નહિ, સદાકાલ સ્કંધના સકંધ ભાવે જ રહેત, તેમ તે રહેતા નથી માટે વ્યવહારને પુદ્ગલના