________________
એ રીતે સમકિતી જીવ આશ્રયી આઠ તત્વ પામીયે. એ પરમાર્થ જાણુ.
- ૪૪ શિષ્યઃ—નવતત્વમાંથી ભરતક્ષેત્રે મનુષ્યગતિ આશ્રયી કેટલાં તત્ત્વ પામીયે?
ગુરુ –ભરતક્ષેત્રમાં સમકિતીજીવ આશ્રયી આઠ તત્વ આગળ કહ્યા છે તે રીતે જાણવા, અને મિથ્યાત્વીજીવ આશ્રયી છ તત્વ આગળ કહ્યા તે રીતે જાણવા.
૪૫ શિષ્યઃ નવતત્વમાંથી મહાવિદેહક્ષેત્રે મનુષ્ય આશ્રયી કેટલાં તત્ત્વ પામીયે ?
ગુસ–મહાવિદેહક્ષેત્રે મિથ્યાત્વી જીવ છે, તે આશ્રયી છ તત્વ અને સમકિતી જીવ આશ્રયી આઠ તત્વ આગળ કહ્યા તે રીતે જાણવા અને તિહાં કેવલી ભગવાન છે, તે આશ્રયી નવતત્વ આગળ કહ્યા તે રીતે જાણવા.
૪૬ શિષ્યએ નવતત્વમાંથી (પંચેન્દ્રિય) તિર્યંચગતિ આશ્રયી કેટલા તત્ત્વ પામીયે?
ગુરુ–પંચેન્દ્રિય તિર્યંચજીવ એક રાજકમાં છે માટે સમકિતી તિર્યંચ જીવ આશ્રયી આઠ તત્ત્વ આગળ કહ્યા તે રીતે પામીયે અને મિથ્યાત્વીતિય જીવ આશ્રયી છે તત્વ આગળ કહ્યા તે રીતે પામીયે. - ૪૭ શિષ્યએ નવ તત્વમાંથી દેવગતિ આશ્રયી વ્યંતર, ભવનપતિ, જ્યોતિષી, વિમાનિક અને નવયકના દેમાં કેટલાં તત્વ પામીયે ?
ગુરૂ –મિથ્યાત્વી દેવ આશ્રયી છ તત્વ અને સમ