________________
હવે પુગલ દ્રવ્યમાં ભવ્ય-અભવ્ય સ્વભાવ ઓળખાવે છે – - તિહાં પુદ્ગલ દ્રવ્યના અનંતા પરમાણુઓ છે, તે નિશ્ચયનયને મતે નિત્ય સદાકાલ શાશ્વતા વતે છે, એટલે એ મૂલ સ્વભાવે કરી કેઈ કાલે પલટશે નહિ, તે અભવ્ય સ્વભાવ જાણુ,
તથા વ્યવહારનયને મતે કરી પુદ્ગલના સકંધ બને છે, તે સ્થિતિ પ્રમાણે રહે છે, વળી પાછા વિખરે છે, તે સર્વે ભવ્ય સ્વભાવ જાણવા.
હવે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયાદિક દ્રવ્યમાં ભવ્ય -અભવ્ય સ્વભાવ ઓળખાવે છે –
તિહાં પર દ્રવ્ય આશ્રયી ષડૂભાગ હાનિ-વૃદ્ધિરૂપ સમયે સમયે જે પલટણપણું થાય છે, તે ભવ્યસ્વભાવ જાણવે
અને મૂલસ્વભાવે જોતાં સર્વદ્રવ્ય પરિણામિકભાવે કરી પિતપતાને સ્વભાવે રહ્યા વર્તે છે, તેમાં પલટણપણું નથી, સ્વભાવ પલટતા નથી માટે તે અભવ્યસ્વભાવ જાણ.
પ૬૫–અગીયારમો પરમસ્વભાવ કહે છે – જે ઉત્કૃષ્ટ સ્વભાવ તેને પરમસ્વભાવ કહીએ.
તિહાં જીવદ્રવ્યમાં જ્ઞાન-દર્શનરૂપ પરમસ્વભાવ જાણ. એટલે જ્ઞાને કરી અનંતાગુણ વિશેષપણે પરિણમે છે,
૨૯